શ્રી લોહાણા મહાપરિષદના વિદેશ વિભાગના કેન્યા ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ શ્રી બીમલભાઈ કંટારીયા દ્વારા તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ કેન્યા ઝોનની બેઠક યોજાઇ

શ્રી લોહાણા મહાપરિષદના વિદેશ વિભાગના કેન્યા ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ શ્રી બીમલભાઈ કંટારીયા દ્વારા તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ કેન્યા ઝોનની બેઠક યોજાઇ

Share

શ્રી લોહાણા મહાપરિષદના વિદેશ વિભાગના કેન્યા ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ શ્રી બીમલભાઈ કંટારીયા દ્વારા તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ કેન્યા ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં નૈરોબી, નકુરુ, કિસુમુ, મોંબાસા ઉપરાંત છેવાડાના લોકો માતૃસંસ્થા સાથે જોડાઈ શકે તે માટે નાના નાના શહેરોમાંથી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.


આ પ્રસંગે કેન્યા ઝોન દ્વારા તૈયાર થઈ રહેલ ત્રણ મોટા પ્રોજેક્ટ અંગે સૌને જાણકારી આપવામાં આવી હતી. : 1. મેરેજ બ્યુરો 2. કેન્યા લોહાણા સમાજની ડિરેક્ટરી 3. સમગ્ર કેન્યા ઝોનમાં વસતા તમામ લોહાણા પરિવારોને મેડિકલ હેલ્થ પોલિસી ઉપલબ્ધ કરાવી (જેમાં 70 વર્ષ થી વધુ ઉંમર ના વડીલોને પણ લાભ થઈ શકે)


આ ઉપરાંત, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આવતા સમાચારો જો અંગ્રેજી ભાષામાં આવે તો કેન્યા ઝોનના લોહાણા સમાજના લોકો તે વિગતવાર વાંચી શકે તે માટે શ્રી બીમલભાઈ કંટારિયાએ તે માટે શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીને રજૂઆત કરી હતી.


Share

Leave a Reply