લોહાણા યુવા સંગઠન જુનાગઢ તેમજ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના જૂનાગઢ શહેર દ્વારા તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૧ દશેરાના દિવસે રઘુવંશીઓની ઓળખ અને સંસ્કૃતિ જાળવી રાખવા યુવાઓના સંકલનના ભાગરૂપે શસ્ત્ર પૂજન સમારોહ નું આયોજન પ્રેરણા ધામ આશ્રમ ગીરનાર તળેટી જૂનાગઢ ખાતે કરેલ હતું.
તેમજ તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ લોહાણા મહાજન વાડી જૂનાગઢ ખાતે રાંદલ માતાજી ના સમૂહ લોટા તેમજ રાસ ગરબા અને શ્રીનાથજી સત્સંગ નું ભવ્ય આયોજન લોહાણા યુવા સંગઠન જુનાગઢ તેમજ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના જુનાગઢ ના ઉપક્રમે કરવામાં આવેલ હતું જેમાં આશરે 600 બાળાઓ ગોરણી સ્વરૂપે અને આશરે 500 જેટલા સમાજના વ્યક્તિઓએ સાથે મળી પ્રસંગને ઉમંગભેર માણ્યો હતો.
આ પ્રસંગે જુનાગઢ લોહાણા મહાજન પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ મશરૂ તેમજ રઘુવીર સેનાના સુપ્રીમો શ્રી ગીરીશભાઈ કોટેચા દ્વારા યોગ્ય માર્ગદર્શન તેમજ આશીર્વાદ મળ્યા સાથે સાથે આ પ્રકારના ભવ્ય આયોજનો ભવિષ્યમાં થતા રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરેલ.
