શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ અને શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ દ્વારા સામાન્ય નાગરિકને અને જ્ઞાતિજનોને ઉજાગર કરવા E-Waste Collection & Recycling Drive અને પર્યાવરણ સ્વછતા અભિયાન ગુરૂવાર તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજે સવારે ૧૧:૦૦ કલાકે શ્રી લોહાણા ભવન,કોપરખેરણા, નવી મુંબઈ ખાતે પહેલે માળે વાતનુકૂલિત સભાગૃહ ખાતે ગોઠવવામાં આવી હતી. LMP પર્યાવરણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રીકરણભાઈ ઠક્કર, શ્રી લોહાણા સમાજ નવી મુંબઈના પ્રમુખશ્રી તરુણભાઈ કોટક અને LMP મહારાષ્ટ્ર ઝોનલ પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ કારિયાના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું સંચાલન LMP મહારાષ્ટ્ર ઝોનલ મંત્રીશ્રી હર્ષદ મણિધરે સાંભળ્યું હતું તેમજ LMP પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણી અને LMP ટ્રસ્ટી એડવોકેટ શ્રી મોહનભાઈ ઠક્કરે અધ્યક્ષ સ્થાન સાંભળ્યું હતું.
શ્રી લોહાણા સમાજ નવી મુંબઈના પ્રમુખશ્રી શ્રી તરુણભાઇ કોટકે પધારેલા સર્વે મહાનુભાવો નું સ્વાગત કાર્યબાદ હર્ષદ મણિધરે LMP પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણીને આયોજન સંદર્ભે ભૂમિકા રજુ કરવા વિનંતી કરી તત પ્રમાણે LMP પ્રમુખશ્રીએ E-Waste કલેકશન અને તેને Recycle કરવાની ની અગત્યતા અને તેના ફળ સ્વરૂપે પર્યાવરણ સ્વચ્છતા જનજાગૃતિ અભિયાન ની અગત્યતા સમજાવી હતી અને શ્રી કરણભાઇના આ ઉદ્યમ સાહસ થી સમાજના લોકોને પણ આવકના સાધન સાથે સંસ્થા અને દેશોપયોગી કેમ થવાય તે માટે શ્રી કરણભાઇ ને અભિનંદન સાથે યુવાવર્ગ ને આ માટે ઉજાગર થવા જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી લોહાણા સમાજ ના મેને. ટ્રસ્ટી અને LMP ટ્રસ્ટીશ્રી એડ. મોહનભાઇ ઠક્કર, ટ્રસ્ટી શ્રી હિમ્મભાઈ સોમૈયા, ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા, આરોગ્ય સમિતિના અધ્યક્ષ ર્ડો. શ્રી પ્રવીણભાઈ દૈયા, LMP મહારાષ્ટ્ર્ર સહ મુંબઈ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જ્યોતિબેન ઠક્કર, LMP યુવા સમિતિ ના અધ્યક્ષ શ્રી ચિંતનભાઈ વસાણી, સમાજના ખજાનચી શ્રી વિક્રમભાઈ કોટક, હર્નીસભાઈ કારિયા તેમજ અન્ય સર્વેએ સભા ને ઉદબોધન કર્યું હતું.
શ્રી કરણભાઇ એ E-Waste ને કેવી રીતે Recycle પ્રોસેસ કરીને Best from Waste ના creation ને ડિજિટલ માધ્યમે સ્ક્રીન દર્શિત કરી સદુપયોગિતા સમજાવી હતી. આ અભિયાન અગ્રતા આપી નવી મુંબઈ ના જ્ઞાતિજનોએ સ્વયં ઉપસ્થિત રહી ડિજિટલ gadgets જેવા કે વાયર, કમ્પ્યુટર, પ્રિન્ટર, લેપટોપ, મોબાઇલસ વગેરે નો ટનબદ્ધ સામગ્રી નો ઢગલો કરી E-Waste cage ને છલકાવી દીધી હતી.
નવી મુંબઈ ના જ્ઞાતિજનો પ્રત્યે LMP પ્રમુખશ્રીએ અહોભાવ ની લાગણી વ્યક્ત કરી સર્વે ના સહયોગ ને બિરદાવી છલકાઈ ગયેલી cage તરફ અંગુલી નિર્દેશન કરી તાજ્જુબ થઈ આ અભિયાન ને સફળ બનાવવા માટે અને આયોજકો ની જાગરુકતતા માટે અભિનંદન ની લાગણી વ્યક્ત કરી હતી.
સભા દરમ્યાન LMP રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન વિઠલાણી વિડીયો zoom link મારફતે E-waste કાર્યક્રમની ગતિવિધિ માણી રહ્યા હતા અને તેઓ એ પણ આ સભાને સંબોધિત કરી કાર્યકરોણી પ્રસંશા કરી હતી. શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ ના આમંત્રણ ને માન આપી LMP ના સભામાં મુંબઈ ઝોનના શ્રી નીખિલભાઈ સૂબા, સ્પોર્ટ્સ કમિટીના અધ્યક્ષ વિશાલભાઈ ઠક્કર, શ્રી પ્રશાંતભાઈ વિઠલાણી, શ્રી લલિતભાઈ ઠકકર, શ્રી દેવેશ વજાણી,મહારાષ્ટ્ર ઝોન – કોંકણ રીજીયન ના ઘટક મહાજનો ના પદાધિકારીઓ જેમાં ડોમ્બીવલી મહાજનના શ્રીમતી જયશ્રીબેન ઠકકર ,રીટાબેન ઠકકર, ઉલ્હાસનગર, અમ્બરનાથ અને બદલાપુર સમાજના ભરતભાઈ ચંદન, થાણા હાલાઈ લોહાણા ફોઉન્ડેશન ના શ્રી હિતેનભાઈ માણેક, પનવેલ મહાજન ના પ્રમુખશ્રી રમેશભાઈ મજેઠીયા, કોંકણ વિભાગના સહ મંત્રીશ્રી કેયુરભાઈ, શ્રીમતિ ઇન્દુબેન ઉનડકટ, શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ ના ટ્રસ્ટીશ્રી હિમ્મતભાઈ સોમૈયા, ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન રૂપારેલ, ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઈ ઠક્કર, ટ્રસ્ટી શ્રી દિનેશભાઇ કોટક, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ કોઠારી, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ સેજપાલ, ટ્રસ્ટી શ્રી સંજયભાઈ પલણ, કોંકણ વિભાગ મહિલા અધ્યક્ષ શ્રીમતિ ભાવનાબેન કેસરિયા, સમાજના ઉપ.પ્ર. શ્રી દીપકભાઈ દૈયા, મંત્રીશ્રી વિજયભાઈ ગણાત્રા, સહ. મંત્રીશ્રી વિશાલભાઈ અનાડા, સહ ખજાનચી શ્રી નરેન્દ્રભાઈ કોઠારી,શ્રી જગદીશભાઈ ધીરવાણી, યશ કારિયા, શ્રી નિલેશભાઈ અમલાની, શ્રી દિલીપભાઈ ઠક્કર, ભરત ઠકકર, સહ.મંત્રી પ્રીતિબેન સોમૈયા, અરુણાબેન કેશરીયા, શિલ્પાબેન કારિયા, મીનાબેન કારિયા,અનસુયાબેન ચોથાણી, હેમાબેન કોટક, આશા મણીધર, આરતીબેન, નીપાબેન નિલેશભાઈ, જીજ્ઞાબેન,નિધિબેન, સ્નેહાબેન, હેમલતાબેન અને અન્ય મહિલાઓ અને યુવા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
હર્ષદ મણિધરે શ્રી લોહાણા સમાજ, નવી મુંબઈ અને LMP મહારાષ્ટ્ર અને મુંબઈ ઝોન તરફથી ઉપસ્થિત સર્વે સભાજનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી સ્વરુચિ ભોજન પ્રસાદ લેવા સર્વે ને અગ્રહભેર વિનંતી કરી સભા સમાપ્તિ ની જાહેરાત કરી હતી.

























