શ્રી લોહાણા મહાપરિષદ નું કાર્યાલય જે ઇસ્કોન મોલ ખાતે હતું અને હંગામી ધોરણે અમદાવાદ મણિનગર વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું તે અમદાવાદનું કાર્યાલય હવે રવિવાર, તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૧ થી રઘુવંશી શ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ રાયચા ના સૌજન્ય અને તેઓની ઉદાર જિન્દાદીલી થી કોઈ પણ ભાડું લીધા વગર ૪ વર્ષ માટે સંપૂર્ણપણે બધી સુવિધા થી સજ્જ એર કન્ડિશન્ડ ઓફિસ માં શિફ્ટ કરવામાં આવશે.
આ નવી ઓફિસ નો શુભ આરંભ અતિથી વિશેષ જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કૌશિકભાઈ મજીઠીયા ની હાજરીમાં લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી ના વરદ હસ્તે રવિવાર, સાંજે ૪ થી ૬ તા. ૨૪ મી ઓક્ટોબરે ૨૦૨૧ ના રોજ નીચે આપેલ સરનામે કરાશે:
શુભ સ્થળઃ
૬૧૦, કોલોનાડ,
પીવિ લોનની બાજુમાં,
ઇસ્કોન ચારરસ્તા પાસે,
આબંલી રોડ,
અમદાવાદ – ૩૮૦૦૧૫.