પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.
શ્રી રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વરના નિમંત્રણને માન આપીને માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીએ ગુરુવારે તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અંકલેશ્વરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીનું સમાજ ની દિકરીઓ દ્વારા કંકુ તિલક થી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના દક્ષિણ ગુજરાત ઝોનના ભરુચ / નર્મદા રીજીયનના પ્રેસિડેન્ટ તથા શ્રી અંકલેશ્વર લોહાણા મહાજનના પ્રમુખ શ્રી નરેશભાઈ પુજારા, કમિટી સભ્યો, હોદ્દેદારો, યુવા ગ્રુપ તથા મહિલા શક્તિ ગ્રુપના સૌ હોદ્દેદારો, શ્રી ભરૂચ લોહાણા સમાજના પ્રમુખ શ્રી નરેશભાઇ ઠક્કર તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહી માનનીય પ્રમુખશ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ તબક્કે શ્રી નરેશભાઇ પૂજારાએ નવનિયુક્ત પ્રમુખશ્રી નો પરિચય આપ્યો તેમજ અંકલેશ્વર અને ભરૂચના લોહાણા સમાજ વિષે એમની કાર્ય પધ્ધતિ અને કામગીરી વિશે ટૂંકમાં માહિતી આપી હતી.
પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીએ શ્રી લોહાણા મહાપરિષદ વિશે તેમજ તેની કાર્ય પધ્ધતિ, આવનારા વર્ષોમાં થનારી કામગીરી અને સમાજના નાનામાં નાના વ્યક્તિ અને પરિવાર સુધી કઈ રીતે પહોંચી શકાય તેની ચર્ચા-વિચારણા કરી, સમાજના જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે શક્ય તેટલી વધુ મદદ કઈ રીતે કરી શકાય અને એક વિશાળ ફંડ કઈ રીતે ઊભું કરી શકાય તેની ચર્ચા-વિચારણાઓ કરી હતી.
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના દક્ષિણ ગુજરાત ઝોનના ભરુચ / નર્મદા રીજીયનના પ્રેસિડેન્ટ તથા શ્રી અંકલેશ્વર લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી નરેશભાઈ પૂજારા, કમિટી સભ્યો, હોદ્દેદારો, યુવા ગ્રુપ તથા મહિલા શક્તિ ગ્રુપના સૌ હોદ્દેદારો, શ્રી ભરુચ લોહાણા સમાજના પ્રમુખ શ્રી નરેશભાઇ ઠક્કર તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહી માનનીય પ્રમુખશ્રી સતિષભાઇ વિઠ્ઠલાણીનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.
આ તબક્કે શ્રી નરેશભાઇ પૂજરાએ નવનિયુક્ત પ્રમુખશ્રીનો પરિચય આપ્યો તેમજ અંકલેશ્વર અને ભરૂચના લોહાણા સમાજ વિષે એમની કાર્ય પધ્ધતિ અને કામગીરી વિષે ટૂકમાં માહિતી આપી હતી.
પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીએ શ્રી લોહાણા મહાપરિષદ વિષે તેમજ તેની કાર્ય પધ્ધતી, આવનારા વર્ષોમાં થનારી કામગીરી અને સમાજના નાનામાં નાના વ્યક્તિ અને પરિવાર સુધી કઈ રીતે પહોંચી શકાય તેની ચર્ચા-વિચારણા કરી, સમાજના જરૂરિયાતમંદ પરિવારને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે શક્ય તેટલી વધુ મદદ કઈ રીતે કરી શકાય અને એક વિશાળ ફંડ કઈ રીતે ઊભું કરી શકાય તેની ચર્ચા-વિચારણાઓ કરી હતી.



