માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC, CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ અંગે તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે મિટિંગ યોજાઇ

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC, CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ અંગે તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ અમદાવાદ ખાતે મિટિંગ યોજાઇ

Share

તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા GPSC/UPSC CSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસીસ માટેની ચર્ચા વિચારણા કરી, તે અંગે ના ધારાધોરણ નક્કી કરવા માટે મિટિંગ સવારે 8 કલાકે અમદાવાદ ખાતે મળી હતી.


આ મિટિંગમાં માતૃસંસ્થાના વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરિયાણી (C. A.), મહામંત્રી શ્રી હરીશભાઈ ઠક્કર (કેળવણીકાર) , ખજાનચી શ્રી વસંતભાઈ અનારકટ (C. A), ગવર્મેન્ટ ઓફિસર્સ સમિતિના અધ્યક્ષ શ્રી પંકજભાઈ ઓંધિયા (Additional Collector), ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ડો. શ્રી નિરવભાઈ ઠક્કર (કેળવણીકાર) હાજર રહ્યા હતા.


સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ GPSC/UPSC CSE ની પરીક્ષાઓમાં પાસ થઈ, ઉચ્ચ સરકારી અધિકારી તરીકેની વ્યાવસાયિક કારકિર્દી માટે સજ્જ થાય તે માટે જરૂરી કોચિંગ તેમજ શૈક્ષણિક અને આર્થિક સહાય તેમજ તેઓની વહીવટી કુનેહનો સમગ્ર લોહાણા સમાજની પ્રગતિ અને સરવાળે સમગ્ર રાષ્ટ્ર નિર્માણ માં સહભાગી બની સન્માનનીય વ્યક્તિ તરીકે આગળ વધે તે માટે જરૂરી Motivation Guidance અને Timely Support / Preparation સંબંધિત કે અન્ય અનુસંગિક મદદ માટે ના ધારાધોરણ નક્કી કરી ટૂંક સમયમાં તે અંગેની વ્યૂહરચના બનાવી અમલમાં મુકવા માટે પ્રમુખ શ્રી સતિષભાઈએ સૌને ભારપૂર્વક જણાવી આવતા અઠવાડિયે ફરી મિટિંગ યોજી તે અંગે ઘટતું કરવા જણાવ્યું હતું.


Share

Leave a Reply