શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા સંત પૂજ્ય શ્રી જલારામ બાપાનું વક્તા શ્રી હરિભાઈ પોપટ દ્વારા ઓનલાઇન ગૌરવ સ્તુતિ ગાન “શ્રી જલારામ આખ્યાન” આયોજિત

શ્રી લોહાણા મહાપરિષદ – આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા સંત પૂજ્ય શ્રી જલારામ બાપાનું વક્તા શ્રી હરિભાઈ પોપટ દ્વારા ઓનલાઇન ગૌરવ સ્તુતિ ગાન “શ્રી જલારામ આખ્યાન” આયોજિત

Share

ગૃહસ્થાશ્રમમાં રહીને ભૂખ્યાને અન્ન નો સદમાર્ગ બતાવી જેઓએ વિશ્વમાં “જલા તું તો અલ્લાહ કહેવાણો” થી અમર રહ્યા છે તે જલારામ બાપાનો પરચો જેઓએ અનુભવ્યો છે તેવા ૮૪ વર્ષે પણ બુલંદ અવાજ અને પાવક વાણીનો પરિચય શ્રી હરિભાઈ પોપટ ૧૭ અને ૨૪ જૂન ૨૦૨૧ તારીખના ગુરુવારે ઝુમ અને ફેસબૂક દ્વારા સેંકડો લોહાણાઓ એ વીરપુરવાસી ના પ્રવચન અને ભજન દ્વારા આખ્યાનનો આસ્વાદ માણ્યો.

આ સફળ આખ્યાનનો સુવિચાર શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર ના શ્રી ગિરીશભાઈ ડ્રેસવાલાને આવ્યો જેથી અનેક જ્ઞાતિભાઈ બ્હેનોને આ પરમ લાભ પ્રાપ્ત થયો. શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિશભાઈ વિઠ્ઠલાણી એ શ્રી હરિભાઈ પોપટના ભાવ પૂર્ણ આખ્યાનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે શ્રી લોહાણા મહાપરિષદ ના ઉપ પ્રમુખ શ્રી જીતુભાઈ ઠક્કરે આ સુંદર પ્રવચનધારા સહુ ઘર બેઠાં માણી શક્યા તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

ગિરીશભાઈ ડ્રેસવાલાએ સરસ બે કડી ‘ધૂણી રે ધખાવી હરિએ જલા તારા નામની‘ ગાઈ સંભળાવી અને આ કાર્યક્રમ માટે શ્રી હરિભાઈ પોપટ સાથે વાજીંત્રમાં સાથ આપનારા જીતુભાઈ તથા તેમના ભાઈ રઘુવીર ઉપરાંત લાઈવ પ્રસારણ માટે શ્રી વૈભવભાઈ બુદ્ધદેવ તથા શ્રી ભરતભાઈ ઠક્કરનો આભાર માન્યો હતો. આ સાથે ૨૬ જૂનના શનિવારે “સુન્દર કાણ્ડ” પાઠ ૫ થી ૮.૩૦ શ્રી આદિત્ય યાજ્ઞિક જી દ્વારા થશે તેની જાણકારી આપી હતી.


Share

Leave a Reply