શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના દાન થકી “ભાગ્યશાળી દાતાશ્રી યોજના” શનિવાર, તારીખ ૨૬ જૂન, ૨૦૨૧ ના રોજ અમલમાં મુકવામાં આવી હતી.
જે અનુસંધાને “ભાગ્યશાળી દાતાશ્રી યોજના” નો પ્રથમ લકી ડ્રો કચ્છી નૂતન વર્ષ એટલે કે અષાઢી બીજ, તારીખ ૧૨ જુલાઈ, ૨૦૨૧ ના રોજ ઓનલાઇન ઝૂમ એપ પર યોજાયો.
જેમાં માતૃસંસ્થાના પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, પૂર્વ પ્રમુખ / ટ્રસ્ટી શ્રી રવિન્દ્રભાઇ વાઘાણી, ટ્રસ્ટી શ્રી મોહનભાઈ ઠક્કર, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ ઠક્કર, શ્રી જીતુભાઈ લાલ, શ્રી ધર્મેશભાઈ હરિયાણી, મંત્રીશ્રી ડો શ્રી સુરેશભાઈ પોપટ, ખજાનચી શ્રી યોગેશભાઈ ઠક્કર તેમજ ઝોનલ અને રીજનલ પ્રેસિડેન્ટશ્રીઓ / મંત્રીશ્રીઓ, સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સૌપ્રથમ આ યોજના વિશેનો આઈડિયા જેમણે આપણને આપ્યો છે તેવા દ્વારકાના જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી નિર્મલભાઇ સામાણી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ યોજનાનો ડ્રો કરવા માટે સૌથી પહેલા હાજર સર્વે જ્ઞાતિજનોને કોમ્પ્યુટરાઈઝ ડ્રો અંગેની તમામ માહિતી IT & Digital Media સમિતિના શ્રી ભારતભાઈ ઠક્કર તરફથી આપવામાં આવી હતી. યોજનામાં ભાગ લેનાર પ્રથમ સો દાતાશ્રીઓ ના લીસ્ટમાં ૧૫ દાતાશ્રીઓની વિગત જેવી કે તેઓના નામ, ગામ, નંબર વગેરે વિગતો માતૃસંસ્થાને પ્રાપ્ત થઈ ન હતી માટે તે લોકોની જગ્યાએ ક્રમ અનુસાર આવેલ બીજા પંદર દાતાશ્રીઓના નામ જોડવામાં આવ્યા હતા. આમ પ્રથમ સો દાતાશ્રીઓની લિસ્ટ બનાવી પ્રથમ લકી ડ્રો કરવામાં આવેલ હતો.
હાજર સૌ જ્ઞાતિજનો હોદેદારશ્રીઓ ની હાજરીમાં માતૃસંસ્થા ના પૂર્વ પ્રમુખ ટ્રસ્ટી શ્રી રવિન્દ્રભાઇ વાઘાણી ના આશીર્વાદ લઇ આ યોજનાનો પ્રથમ ડ્રો કરવામાં આવેલ, જેમાં માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ હરિદાસભાઈ લાલ પરિવાર તરફથી શ્રી કેદાર જીતેન્દ્રભાઈ લાલ નું નામ “ભાગ્યશાળી દાતાશ્રી” તરીકે લકી ડ્રો માં જાહેર થયું હતું.
આમ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના સેવાયજ્ઞ શિક્ષણ અને આરોગ્યમાં જરૂરિયાતમંદ પરિવારોને રૂપિયા ૨,૧૦,૦૦૦/- ની સહાય રકમ આજના પ્રથમ ડ્રોના “ભાગ્યશાળી દાતાશ્રી કેદાર (હરી) જીતેન્દ્રભાઈ લાલ, જામનગર” ના નામથી ફાળવવામાં આવશે.
યોજના અંગેની ટૂંકમાં માહિતી –
આપ પણ આ યોજનામાં રૂ.૨૧૦૦ નું દાન આપી સહભાગી બની શકો છો. પ્રાપ્ત થયેલ દરેક દાતાની વિગત માતૃસંસ્થાની વેબસાઈટ પર મુકવામાં આવે છે. આમ, પ્રથમ ૧૦૦ વ્યક્તિની રકમ જમા થાય ત્યારબાદ સર્વ દાતાશ્રીઓના નામનું લીસ્ટ બનાવી કોમ્પ્યુટરાઈઝ લકી ડ્રો કરવામાં આવશે.
Bank Details –
Bank Name: Bank of Baroda
Name: Raghuvanshi Charitable Trust
Saving A/c No.: 30370100002314
Branch: S G Highway, Ahmedabad
IFSC: BARB0SGHAHM (Fifth Character is Zero)
રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ ને અપાયેલ દાન ઇન્કમટેક્સ કલમ ૮૦જી હેઠળ કરમુક્ત છે. જેનો લાભ લેવા માટે દાતાશ્રી એ પોતાના પાનકાર્ડની નકલ આપવી આવશ્યક છે.
નોંધ: આપનું ફંડ ટ્રાન્સફર કે પૈસા જમા કરાવ્યા પછી અમોને તેની વિગત (સ્ક્રીન શોટ), આપનું પૂરું નામ, સરનામું તેમજ મોબાઇલ નંબર / ઈ-મેલ આઈડી તથા અન્ય માહિતી આ લિન્ક પર આપેલ ફોર્મ દ્વારા મોકલવાની રહેશે – ભાગ્યશાળી દાતાશ્રી દાતા માહિતી ફોર્મ
જે દાતાશ્રીઓએ આ વિગત નહીં મોકલી હોય તેઓનું નામ લકી ડ્રો લીસ્ટમાં સામેલ કરવામાં આવશે નહીં. વધુ માહિતી માટે મહાપરિષદ ઓફિસના જયભાઈનો +919909999308 પર સંપર્ક કરો