યોગના પ્રચાર હેતુ રઘુવંશી યુવા ની ભારત યાત્રા

યોગના પ્રચાર હેતુ રઘુવંશી યુવા ની ભારત યાત્રા

Share

ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિ ની ધરોહર સમાન એક શાખા છે “યોગ” જે શરીર અને મન વચ્ચે એકાત્મતા દ્વારા તંદુરુસ્તી, દીર્ઘ આયુષ્ય માટે પ્રણેતા ગણાય. વર્તમાન કેન્દ્ર સરકાર ના પ્રયત્નો દ્વારા વૈશ્વિક કક્ષાએ ૨૧ જૂન ને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

નાગપુર થી રઘુવંશી યુવાન ચી. મેહુલ હરિશભાઈ લાખાણી (ઉ. વ. ૩૨) વિશ્વ યોગ દિવસે સંપૂર્ણ ભારત ભ્રમણ દ્વારા “યોગ” ના પ્રચાર-પ્રસાર હેતુ ની યાત્રા નો આરંભ કર્યો છે. નાગપુર થી શરૂ થયેલ આ યોગ પ્રચાર ભારત યાત્રા છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગોવા થઈ મહારાષ્ટ્ર પહોંચેલા આ યુવાને અત્યાર સુધી ૧૨,૫૦૦ કિલોમિટરનો પ્રવાસ ખેડ્યો છે અને આગામી સામે દરમ્યાન ગુજરાત, રાજસ્થાન, ચારધામ, થી ઓરિસ્સા થઈ દક્ષિણ ભારત તરફ યાત્રા આગળ વધારશે. કુલ ૧ લાખ કિલોમીટરની સંભવિત યાત્રાના પ્રણ સાથે આ રઘુવંશી યુવાનને આજ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા પ્રોત્સાહિત અને સન્માનિત કરવાનો આશય પર પડ્યો હતો.

શ્રી લોહાણા મહાપરિષદ ના મુંબઈ કાર્યાલય ખાતે સંસ્થા પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી એ યાત્રા પ્રવાસમાં થયેલ સગવડ, અગવડ ની જાણકારી મેળવી આગામી પ્રવાસમાં જોઈતી જરૂરી તમામ મદદની ખાત્રી આપી હતી. તેમજ યોગ જેવા અતિ અગત્યના ગણાતા વિષય અંગે પ્રચાર હેતુની પસંદગીની સરાહના કરી હતી તેમજ વિષય અંગે ચર્ચા પણ કરી હતી. માતૃસંસ્થા વતી શ્રી મહેન્દ્રભાઈ ચંદન (ભામાશા) દ્વારા રૂ. ૧૧,૦૦૦/- ભેંટ તરીકે આપ્યા હતા તેમજ મહામંત્રી શ્રી સુરેશભાઇ પોપટ, સહમંત્રીશ્રીઓ નિખિલભાઈ સુબા અને કેતનભાઈ પોપટ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ દૈયા, રમતગમત સમિતિ ના અધ્યક્ષ શ્રી વિશાલભાઈ ઠક્કર, તેમજ ભુપેન્દ્રભાઇ ઠક્કર અને અન્ય જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Share

Leave a Reply