શ્રી લોહાણા મહાપરિષદના મહારાષ્ટ્ર ઝોનલ રમત-ગમત સમિતિ, કોન્કણ મહિલા વિભાગ અને શ્રી ખપોલી-પરલી-જાંબુલપાડા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ ના મહિલા/પુરુષ એક દિવસીય (ડે/નાઈટ) ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન

શ્રી લોહાણા મહાપરિષદના મહારાષ્ટ્ર ઝોનલ રમત-ગમત સમિતિ, કોન્કણ મહિલા વિભાગ અને શ્રી ખપોલી-પરલી-જાંબુલપાડા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ ના મહિલા/પુરુષ એક દિવસીય (ડે/નાઈટ) ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન

Share

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના મહારાષ્ટ્ર ઝોનલ રમત ગમત સમિતિ, કોન્કણ મહિલા વિભાગ અને યજમાન મહાજન શ્રી ખપોલી પરલી જાંબુલપાડા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે ગત મંગળવાર તા. ૧૫-૦૨-૨૨ ના મહિલા/પુરુષ એક દિવસીય (ડે/નાઈટ)ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન ખપોલીમા પ્રકૃતિના ખોળે વસેલા ઘી કમ્પોલીયન ક્લબના રમણીય પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું.
અંદાજે બપોરે 3.30 કલાકે મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા અધ્યક્ષા શ્રીમતિ રશ્મિબેન અને મહારાષ્ટ્ર ઝોનના પ્રમુખ શ્રી ઘર્મેન્દ્રભાઈ કારિયા હસ્તે ટોસ ઉછાળી સર્વે મહાનુભાવો ની હાજરી માં ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મજકુર સ્પર્ધામાં ટીન એજના બાળકોથી કરીને જયેષ્ઠ વયના ક્રિકેટ ખેલાડીઓએ સહભાગી થઈ પોતપોતાની ક્રિકેટ કૌશલ્યતાનુ પુરા ઉમંગ, ઉત્સાહ અને ઉમળકા સાથે દર્શન કરાવી સ્પર્ધાને અતિ રસાકસીભરી બનાવી દીઘી હતી.
આ ટુર્નામેન્ટમાં આઠ મહિલા ટીમો અને બાર યુવક ટીમોના ખેલાડીઓ વચ્ચે મેચ રમાડવામાં આવી હતી.
મેચની વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરવા પધારેલા મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.

વિશેષમાં શ્રી ખપોલી પરલી જાંબુલપાડા લોહાણા મહાજનની હદ વિસ્તારમાં નિવાસ કરતાં બે પરિવારની દિકરીઓ કે જેમણે CA ફાઇનલ Exam હાલમાં જ ઉત્તિર્ણ કરી છે તે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો તે ગૌરવવંતી પળોને ઉપસ્થિત સર્વ જ્ઞાતિજનોએ ઊભા થઈને તાળીઓના લયબદ્ધ ગડગડાટથી વધાવી લીધી હતી. યુવાઓ વયસ્કો અને મહિલાઓ માટેની એક દિવસીય ક્રિકેટ મેચ દરમ્યાન નિમ્ન મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ખેલાડીઓને પ્રોત્સાહન તો પુરું પાડ્યું જ હતું. પણ સાથે સાથે આમંત્રિત મહિલાઓની એક મેચ અને પુરુષોની એક મેચ રમી વાતાવરણને સંપુર્ણપણે ક્રિક્રેટમય બનાવી દીધું હતું.

1) LMP પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણી, 2) LMP રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ શ્રીમતિ રશ્મિબેન વિઠલાણી, 3) LMP મહારાષ્ટ્ર ઝોનલ પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા, 4) LMP મા. મંત્રી ડૉ. શ્રી સુરેશભાઈ પોપટ, 5) LMP મુંબઈ સહ મહારાષ્ટ્ર મહિલા અધ્યક્ષા શ્રીમતી જ્યોતિબેન ઠકકર, 6) LMP કોંકણ વિભાગ મહિલા અધ્યક્ષા શ્રીમતિ ભાવનાબેન કેસરીયા, 7) LMP એજ્યુકેશન કન્વીનર અને મુંબઈ પશ્ચિમ રીજીયન પ્રમુખશ્રી શ્રી દેવેન્દ્રભાઇ સોમૈયા, 8) LMP Youth પ્રેસિડેન્ટ શ્રી ચિંતન વસાણી, 9) LMP સેન્ટ્રલ મુંબઈ મહિલા અધ્યક્ષા શ્રીમતિ મીનાબેન ઠક્કર, 10) શ્રી લોહાણા સમાજ નવી મુંબઈના સહ. મંત્રી શ્રી વિશાલભાઈ અનડા, 11) LMP સહ મંત્રી શ્રી નીખિલભાઈ સૂબા, 12) LMP મુંબઈ ઝોનલ પ્રમુખશ્રી પિયુષભાઇ ગંઠા, 13)શ્રી લોહાણા સ્વયંસેવક મંડળના ટ્રસ્ટી શ્રી રવિન્દ્રભાઇ પલણ, 14) શ્રી નેરલ લોહાણા મહાજનના શ્રી કમલેશભાઈ ઠક્કર અને શ્રી નીખિલભાઈ ગીરીશભાઈ ઠક્કર15) શ્રી મહેશભાઈ ઠકકર – થાણે હાલાઇ લોહાણા મહાજન પ્રમુખશ્રી, 16) શ્રી રસિકભાઈ ઠકકર – ટ્રસ્ટી શ્રી થાણે હાલાઇ લોહાણા મહાજન, 17) શ્રી વિનીતભાઇ ઠકકર-શ્રી હાલાઇ લોહાણા ફોઉન્ડેશન – થાણે, 18) શ્રી લોહાણા સમાજ, નવી મુંબઈ ઉપ પ્ર. શ્રીમતિ અનસુયાબેન ચોથાણી, 19) શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ મહિલા કન્વીનર શ્રીમતિ અરુણાબેન કેશરીયા, 20) શ્રી પનવેલ લોહાણા મહાજનના મા. મંત્રી શ્રીમતિ સુજાતાબેન, 21) શ્રી ડોમ્બિવલી મહાજનથી શ્રીમતિ જયશ્રીબેન ફુલવધવા અને શ્રીમતિ રીટાબેન ઠકકર, 22) નવી મુંબઈ થી શ્રીમતિ શિલ્પાબેન કારિયા, મીનાબેન કારિયા, આશાબેન મણીધર, શ્રીમતિ દિવ્યાબેન ઠક્કર, 23) મુલુન્ડ લોહાણા મહાજનથી શ્રીમતી કલ્પનાબેન ખંદેડીયા અને ભારતીબેન પરમાણી, 24) શ્રી મુંબઈ હાલાઇ લોહાણા મહાજન ટ્રસ્ટી મહોદયા શ્રીમતિ પ્રજ્ઞાબેન મોરઝરીયા વગેરે મહાનુભાવોએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રસંગનું ગૌરવ અને ગરિમા વધારી હતી.

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ અને કોન્કણ વિભાગના પધારેલા મહેમાનોને મોમેન્ટો આપીને અને શ્રી ખપોલી મહાજનના મુખ્ય દાતાશ્રી શૈલેષભાઇ જમનાદાસભાઇ રાયઠઠ્ઠા સાહેબને “માં સરસ્વતી માં” ની નયન મનોહર મૂર્તિ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત ટ્રસ્ટી મહાનુભાવો -ટ્રસ્ટીશ્રી નટવરલાલ દામજી ઠકકર, ટ્રસ્ટીશ્રી કિશોરભાઈ મજેઠીયા, ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ અભાણી, ટ્રસ્ટી શ્રીકેતનભાઈ પોપટ, પ્રમુખશ્રી શૈલેષભાઇ વિઠલાણી, ઉ.પ્ર.શ્રી રસિકભાઈ મજેઠીયા, મા. મંત્રી શ્રી અભયભાઈ તન્ના તથા કોષાધ્યક્ષ શ્રી મનીષભાઈ ઠકકર તથા LMP રમત ગમત કોંકણ વિભાગ મહિલા અધ્યક્ષા શ્રીમતિ સરોજબેન વિઠલાણી અને શ્રીમતિ શિલ્પાબેન તન્ના સર્વે દ્વારા પધારેલ સર્વે મહાનુભાવોને સ્મૃતિ ચિન્હ-મોમેન્ટો થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોડી બપોરે યજમાન મહાજનશ્રી દ્વારા ચા-બિસ્કિટ, High Tea સાથે ખપોલીના સુપ્રસિદ્ધ રમાકાંત વડા પાવ ની મજેદાર લહેજત ગોઠવવામાં આવી હતી. તેમજ રાત્રે વિદાય પૂર્વે સ્વાદિષ્ટ સુરુચિ પૂર્ણ ભોજન પ્રસાદની વ્યવસ્થાથી સહુએ તૃપ્તિનો ઑડકાર લીધો હતો. મોડી રાત્રે ૧૦ વાગે ખોપોલી સ્થિત ગૌશાળાની મુલાકાત લઇ અને ગૌપુજન માં સહભાગી થઇ સહુએ આયોજકો પ્રત્યે આભાર અને અભિનંદનની લાગણી વ્યક્ત કરી પોતપોતાના નિવાસ તરફ પ્રયાણ કર્યું હતું.

પૂર્ણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ YouTube ના માધ્યમે કરવામાં આવ્યું હતું. સૌથી છેલ્લે પણ સૌથી મહત્વની રજૂઆત અતિ ગૌરવ સાથે કરવાની કે… એક અતિ નાના શહેરમાં ખુબ મર્યાદિત જ્ઞાતિજનો અને ટાચા સાધનો ઘરાવતા હોવા છતાં, શિસ્ત, સમર્પણભાવ, પ્રેમ, આદરભાવ અને પ્રતિબધ્ધતાની સાથે… શ્રી શૈલેષભાઈ વિઠ્ઠલાણી, શ્રી રસિકભાઈ ઠકકર અને શ્રી અભયભાઈ તન્નાના માર્ગદર્શનમાં સંપૂર્ણ ખપોલી-પરલી-જાબુલપાડાના આબાલવૃદ્ધ કાર્યકર્તાઓએ જે સમાજભાવના અને સંગઠન ના દર્શન કરાવ્યા તે માટે સર્વે કાર્યકર્તાઓને અંત:કરણપૂર્વક અભિનંદન.

શબ્દાંકન: શ્રી હિમ્મતભાઈ સોમૈયા

અહેવાલ: હર્ષદ મણીધર – શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોનલ મંત્રી તથા અભય તન્ના – માં. મંત્રી ખપોલી, પરલી, જાંબુલપાડા લોહાણા મહાજન.


Share

Leave a Reply