માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની પ્રેરણાથી આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અને મધ્યભારત ઝોન દ્વારા વૈશ્વિક મહામારી કોરોના સમગ્ર વિશ્વમાંથી નાબુદ થાય તેમજ સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા પરિવારમાં કોરોના મહામારીથી શ્રીજીચરણ પામેલ જીવાત્માઓના મોક્ષાર્થે તારીખ ૨૬ મે, ૨૦૨૧ થી ૧ જૂન, ૨૦૨૧ સુધી પૂ. શ્રી નરેશભાઈ રાજ્યગુરુ મહારાજના શ્રીમુખે ઓનલાઇન યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાયેલ.
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદની પ્રેરણાથી યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં રઘુવંશી દાતાશ્રીઓ તરફથી ડોનેશન ₹ ૧૬,૮૪,૫૪૦/- પ્રાપ્ત થયેલ છે, જેની સામે ખર્ચ ₹ ૫,૫૭,૦૦૦/- થયેલ.
આમ, કુલ ₹ ૧૧,૨૭,૫૪૦/- ની રકમ શ્રી લોહાણા મહાપરિષદને બચત થયેલ છે જેને આરોગ્ય સહાય અને શિક્ષણ સહાયના સેવાયજ્ઞમાં જરૂરિયાતમંદ પરિવારોને ફાળવવામાં આવશે.
રઘુવંશી દાતા શ્રેષ્ઠીઓ તરફથી પ્રાપ્ત થયેલ ધનરાશિ તેમજ કથા દરમિયાન થયેલ ખર્ચ સહીત સંપૂર્ણ હીસાબની માહીતી આ સાથે સામેલ છે:





