શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ સમિતિ દ્વારા રવિવાર ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ મલાડ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ સમિતિ દ્વારા રવિવાર ૧૧ જુલાઈ ૨૦૨૧ ના રોજ મલાડ ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

Share

સમસ્થ રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની પર્યાવરણ સમિતિ દ્વારા અષાડ સુદીએકમ ને તા ૧૧ જુલાઈ ૨૦૨૧ ને રવિવારે સવારે ૮:૩૦ વાગ્યે મલાડ પ્રખ્યાત “આદર્શ ગાર્ડન'” ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.


કાર્યક્રમ માં સમિતિ ના હોદ્દેદારો તેમજ કમિટી મેમ્બર્સ ઉપરાંત પર્યાવરણ પ્રેમીઓ હાજર રહીને કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો – શ્રી લલિતભાઈ ઠક્કર, શ્રી રસિકભાઈ લાખાણી, શ્રી ભરતભાઈ તકવાની, શ્રી દેવેશભાઈ વજાણી, શ્રી પ્રકાશભાઈ માખેચા, જિજ્ઞાબેન દત્તાણી, શ્રી હરિક્રિશ્નાભાઈ ઠક્કર તેમના સહ કુટુંબ સાથે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શ્રીમતી નયનાબેન લલિત ભાઈ ઠક્કર,અને આદર્શ ગાર્ડન ગ્રુપ વાળા શ્રી ગોપાલભાઈ તેમજ અન્ય પ્રકૃતિપ્રેમીઓ હાજર રહીને કાર્યક્રમ નો આનંદ માણ્યો હતો. બાદ માં સ્વયં પરિચય નો પણ કાર્યક્રમ રાખેલ હતો. છેલ્લે અંત માં શ્રી લલિતભાઈ ઠક્કર દ્વારા હળવા નાસ્તા ને ન્યાય આપીને સૌ પર્યાવરણ પ્રેમીઓ આહલાદક વાતાવરણ માં છૂટા પડ્યા હતા.


Share

Leave a Reply