શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા UPSC તથા GPSC ઈચ્છુક ઉમેદવારની પસંદગી કરવા લેખિત તથા મૌખિક પરીક્ષા જે ૮ ઓગસ્ટ ૨૦૨૧ ના અમદાવાદ ખાતે રૂબરૂ લેવાનાર હતી તે સંદર્ભે મોટાભાગના ઉમેદવારની આ પરીક્ષા ઓનલાઈન માધ્યમથી ગોઠવવા માટેની વિનંતીને ધ્યાને લઇ તારીખ ૨૨ જુલાઈ ૨૦૨૧ ના રોજ શ્રી સતિષભાઈ વિઠલાણી, શ્રી ધર્મેશભાઈ હરિયાણી, શ્રી વસંતભાઈ અનડકટ, ડૉ. નીરવ ઠક્કર, શ્રી નિમેષભાઈ માણેક, શ્રી ભારતભાઈ ઠક્કર તથા વૈભવભાઈ બુધ્ધદેવ ઝૂમ મીટીંગ માં મળેલ.
સૌ ઉમેદવારની આ માંગણીને ધ્યાને લઈ સમગ્ર પરીક્ષા ઓનલાઇન લેવાનું નક્કી કરેલ છે અને પારદર્શક રીતે ઓનલાઈન પરીક્ષા કેવી રીતે થઈ શકે તે માટેની ઉંડાણપૂર્વક ચર્ચા થયેલ. ઓનલાઈન પરીક્ષા બાબત ની વિગતવાર માહિતી ઉમેદવારોને આગામી દિવસોમાં આપવામાં આવશે.