શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા તા. ૨૩ જુલાઈ ૨૦૨૧ ના સાંજે ૮.૩૦ કલાકે ઝૂમ એપ ઉપર મહાપરિષદના ઝોન ૧૪ – પૂર્વ ભારત ની રિવ્યૂ મીટ યોજાઈ હતી. આ મીટિંગ માં મહાપરિષદ પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ ઠક્કર, ભૂતપૂર્વ પ્રમુખ તથા ટ્રસ્ટી શ્રી રવીન્દ્રભાઈ વાઘાણી, મહિલા સમિતિ ના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન વિઠ્ઠલાણી, યુવા સમિતિ પ્રમુખ શ્રી ચિંતનભાઈ વસાણી, ઉત્તર પૂર્વ વિભાગ ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી હીરાભાઈ રાજા, શ્રી વિનુભાઈ ઔંધિયા તથા હાલ ઝોન-૧૪ પૂર્વ ભારત વિભાગ ના પ્રમુખ શ્રી હેમંતભાઈ મણીલાલ કાથરાણી, તથા તેમની ટીમ ના ૪૪ સભ્યો હાજર હતા.
ખુબજ ઉત્સાહ ને હળવા વાતાવરણ માં પ્રભુની પ્રાથના સાથે મહાપરિષદ ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ ઠક્કરે મીટિંગ શરૂ કરેલ. પ્રમુખશ્રી તથા બાકી ના સભ્યો વચ્ચે ખુબજ સરસ રીતે વિચારોની આપ-લે થઈ. પ્રમુખશ્રીએ નવા જોડાયેલા સભ્યોને મહાપરિષદની રચના, તેની યોજનાઓ, અને તેના આગળના ભવિષ્યમાં શું કાર્યો કરવાના છે જેનો લાભ જ્ઞાતિના છેવડા ના કુટુંબ ને મળે, તે વિશે જણાવ્યું હતું. મહિલા સમિતિના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન વિઠ્ઠલાણીએ પણ મીટિંગ માં હાજર બહેનો સાથે તેમના વિભાગના કાર્યોની ચર્ચા વિસ્તાર માં કરેલ. હાજર રહેલા યુવાન સભ્યોને આવકારતા ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ ઠક્કરે આરોગ્ય અને શિક્ષા ઉપર જોર દઈ ને ચર્ચા કરેલ. વડીલ શ્રી રવીન્દ્રભાઈ, હીરાભાઈ તથા વીનુભાઈએ પોતાના આશિર્વાદ આપેલ.
અંતમાં સર્વે હાજર રહેલા સભ્યોએ પોત-પોતાનો પરિચય આપતાં પ્રમુખશ્રીને, ઝોનલ પ્રમુખ સાથે મળીને આવતા પાંચ વર્ષ મહાપરિષદના આપેલ કાર્યો ને પૂરા કરવાની બહેદારી આપેલ. પ્રમુખશ્રી સતીષ ભાઈ વિઠ્ઠલાણીએ સર્વેને શુભેચ્છા આપેલ. આમ લગભગ ૧:૩૦ કલાક પછી મીટિંગ પૂર્ણ થયેલ.