લાડુમા ધમેચા તથા યુવા અનસ્ટોપેબલના સહયોગથી શ્રી લોહાણા મહાપરિષદે વર્ષ ૨૦૨૧ માં ધોરણ ૧૦ માં ૭૫% અથવા વધુ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી છે. ઓનલાઇન યોગ્યતા પરીક્ષણ માટે કુલ ૧૪૦ વિદ્યાર્થીઓ નોંધાયેલા. જો કે ૨૫ જુલાઇ, ૨૦૨૧ ના રોજ કુલ ૧૪૦ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૯૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
વધુ વિદ્યાર્થીઓ કે જેઓ સમયસર નોંધણી કરાવી શક્યા ન હતા તેઓ માટે અમારી વિનંતી પર વધુ એક તક આપવામાં આવે છે અને ૨૮ જુલાઇ, ૨૦૨૧ સુધી પરીક્ષા માટે નોંધણી માટેનો સમય વધારવામાં આવે છે.
વિદ્યાર્થીઓને આ તકનો લાભ લેવા અને ૨૮ જુલાઇ ૨૦૨૧ પહેલા નીચે આપેલ લિન્ક ઉપર તેમની નોંધણી કરાવવા વિનંતી છે:
શ્રી લોહાણા મહાપરિષદ – લાડુમા ધામેચા – યુવા અનસ્ટોપેબલ શિક્ષણ સહાય વિદ્યાર્થી નોંધણી ફોર્મ
નોંધણી કર્યા બાદ તેઓને શિષ્યવૃત્તિની પરીક્ષા માટે તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પર યુઝર આઈડી અને પાસવર્ડ મળશે.
આ શિષ્યવૃત્તિ ભારતના કોઈપણ ભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે.
કૃપા કરીને ઉતાવળ કરો!