UPSC તથા GPSC કોચિંગ ઈચ્છુક ઉમેદવારોની પસંદગી કરવા ઓનલાઇન પરીક્ષા અંગેની ચર્ચા માટે બુધવાર, ૪ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ મીટિંગ યોજાઇ જેમાં શ્રી ધર્મેશભાઈ હરિયાણી, શ્રી વસંતભાઈ અનડકટ, ડૉ. નીરવ ઠક્કર, ડૉ. જયેશ ઠક્કર, શ્રી પંકજભાઈ ઓંધીયા, શ્રી નિમેષભાઈ માણેક, તથા શ્રી વૈભવભાઈ બુધ્ધદેવ ઝૂમ મીટીંગ માં મળેલ.
મીટિંગ દરમ્યાન નીચે આપેલ મુદ્દાઓ ઉપર ચર્ચા થયેલ:
- UPSC / SPSC પરીક્ષા ઉમેદવારો માટે ટ્રાયલ ગુરુવાર, ૬ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ દરમિયાન લેવામાં આવશે. સૂચનાઓ ઉપરાંત Do’s અને Dont’s નું માર્ગદર્શન આપવામાં આવશે. ઉમેદવારો પરીક્ષા પોર્ટલ પર એક પ્રેક્ટિસ માટે મોક ટેસ્ટ આપી તેમને પડતી મુશ્કેલીઓનું તથા શંકાઓનું સમાધાન કરવામાં આવશે.
- રવિવાર, ૮ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ અંતિમ પરીક્ષા લેવાશે. ઉમેદવારો laptop અથવા desktop થી ટેસ્ટ પોર્ટલ ઉપર login કરશે અને બીજી device પર એક સાથે ઝૂમ બેઠકમાં જોડાશે. ઝૂમ મીટિંગ સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે, પરીક્ષા સવારે ૧૧:૦૦ વાગ્યે શરૂ થશે.
- અંતિમ પરીક્ષાના પેપરનો સમયગાળો ૬૦ મિનિટનો હશે, જેમાં ૪૮ મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો દરેક એક માર્ક માટે પૂછવામાં આવશે. ખોટા જવાબો માટે નકારાત્મક માર્ક મૂકવામાં આવશે નહી.
- ઝૂમ એપ પર વિદ્યાર્થીઓની દેખરેખ માટે લગભગ ૧૦ કુલ સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવશે. દરેક સુપરવાઇઝરને પરીક્ષા દરમિયાન નિરીક્ષણ માટે ચાર ઉમેદવારો સોંપવામાં આવશે.