શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના દાન થકી “ભાગ્યશાળી દાતાશ્રી યોજના” શનિવાર, તારીખ ૨૬ જૂન, ૨૦૨૧ ના રોજ અમલમાં મુકવામાં આવી હતી.
જે અનુસંધાને “ભાગ્યશાળી દાતાશ્રી યોજના” નો પંચમ્ લકી ડ્રો શ્રી લોહાણા મહાપરિષદ ભાગ્યશાળી દાતાશ્રી યોજના નો પંચમ લકી ડ્રો માતૃસંસ્થાના ટ્રસ્ટી શ્રી પરેશભાઈ ભુપ્તાણી ના વરદ્ હસ્તે શ્રી અમદાવાદ (હાલાઇ / ઘોઘારી / કચ્છી) લોહાણા મહાજન ના સભ્ય પરિવાર ના ૧૦૦ મેમ્બર્સના સહયોગથી ઓનલાઇન ઝૂમ એપ પર યોજાયો હતો.
જેમાં માતૃસંસ્થાના પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણી અને અન્ય ઓફિસ બેરર્સ તથા ટ્રસ્ટીશ્રીઓ, ઝોનલ અને રીજનલ પ્રેસિડેન્ટશ્રીઓ / મંત્રીશ્રીઓ, સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સૌપ્રથમ આ યોજના વિશેનો આઈડિયા જેમણે આપણને આપ્યો છે તેવા દ્વારકાના જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી નિર્મલભાઇ સામાણી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ યોજનાનો ડ્રો કરવા માટે સૌથી પહેલા હાજર સર્વે જ્ઞાતિજનોને કોમ્પ્યુટરાઈઝ ડ્રો અંગેની તમામ માહિતી IT & Digital Media સમિતિના શ્રી ભારતભાઈ ઠક્કર તરફથી આપવામાં આવી હતી. યોજનામાં ભાગ લેનાર દાતાશ્રીઓ ના લીસ્ટમાં અમદાવાદ સિવાય અન્ય શહેરના દાતાઓના નામ આગલા ડ્રૉ માં શામેલ કરવામાં આવશે. આમ શ્રી અમદાવાદ લોહાણા મહાજનના સહયોગ થી પંચમ સો દાતાશ્રીઓની લિસ્ટ બનાવી લકી ડ્રો કરવામાં આવેલ હતો.
હાજર સૌ જ્ઞાતિજનો હોદેદારશ્રીઓ ની હાજરીમાં માતૃસંસ્થાના ટ્રસ્ટી શ્રી પરેશભાઈ ભુપ્તાણીના આશીર્વાદ લઇ આ યોજનાનો પંચમ ડ્રો કરવામાં આવેલ, જેમાં અમદાવાદ ના સ્વ. નિર્મળાબેન નટવરભાઈ કોટક નું નામ “ભાગ્યશાળી દાતાશ્રી” તરીકે લકી ડ્રો માં જાહેર થયું હતું.
આમ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના સેવાયજ્ઞ શિક્ષણ અને આરોગ્યમાં જરૂરિયાતમંદ પરિવારોને રૂપિયા ૨,૧૦,૦૦૦/- ની સહાય રકમ આજના પંચમ ડ્રોના “ભાગ્યશાળી દાતાશ્રી સ્વ. નિર્મળાબેન નટવરભાઈ કોટક, અમદાવાદ” ના નામથી ફાળવવામાં આવશે.
યોજના અંગેની ટૂંકમાં માહિતી –
આપ પણ આ યોજનામાં રૂ.૨૧૦૦ નું દાન આપી સહભાગી બની શકો છો. પ્રાપ્ત થયેલ દરેક દાતાની વિગત માતૃસંસ્થાની વેબસાઈટ પર મુકવામાં આવે છે. આમ, દર ૧૦૦ વ્યક્તિની રકમ જમા થાય ત્યારબાદ સર્વ દાતાશ્રીઓના નામનું લીસ્ટ બનાવી કોમ્પ્યુટરાઈઝ લકી ડ્રો કરવામાં આવશે.
Bank Details –
Bank Name: Bank of Baroda
Name: Raghuvanshi Charitable Trust
Saving A/c No.: 30370100002314
Branch: S G Highway, Ahmedabad
IFSC: BARB0SGHAHM (Fifth Character is Zero)
રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ ને અપાયેલ દાન ઇન્કમટેક્સ કલમ ૮૦જી હેઠળ કરમુક્ત છે. જેનો લાભ લેવા માટે દાતાશ્રી એ પોતાના પાનકાર્ડની નકલ આપવી આવશ્યક છે.
નોંધ: આપનું ફંડ ટ્રાન્સફર કે પૈસા જમા કરાવ્યા પછી અમોને તેની વિગત (સ્ક્રીન શોટ), આપનું પૂરું નામ, સરનામું તેમજ મોબાઇલ નંબર / ઈ-મેલ આઈડી તથા અન્ય માહિતી આ લિન્ક પર આપેલ ફોર્મ દ્વારા મોકલવાની રહેશે – ભાગ્યશાળી દાતાશ્રી દાતા માહિતી ફોર્મ
જે દાતાશ્રીઓએ આ વિગત નહીં મોકલી હોય તેઓનું નામ લકી ડ્રો લીસ્ટમાં સામેલ કરવામાં આવશે નહીં. વધુ માહિતી માટે મહાપરિષદ ઓફિસના જયભાઈનો +919909999308 પર સંપર્ક કરો