શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરિયાણી, પર્યાવરણ સમિતિ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભિમાણી તથા અન્ય મહાનુભાવો ના હસ્તે અમદાવાદ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે E-Waste Freedom Drive લોંચ કરવામાં આવ્યું

શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરિયાણી, પર્યાવરણ સમિતિ અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભિમાણી તથા અન્ય મહાનુભાવો ના હસ્તે અમદાવાદ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે E-Waste Freedom Drive લોંચ કરવામાં આવ્યું

Share

તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ રવિવાર ના રોજ ૭૫ માં સ્વાતંત્ર દિન નિમિત્તે શ્રી જલારામ વૃક્ષ મંદિર ,સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા E-Waste Freedom Drive (Know Your Waste) તથા Tree Plantation Drive નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી , વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરિયાણી, જોઇન્ટ સેક્રેટરી શ્રી કેતનભાઇ પોપટ, ઝોનલ પ્રેસિડેન્ટ સેન્ટ્રલ ઝોન શ્રી અશોકભાઈ ગઢીયા, Regional પ્રેસિડન્ટ શ્રી જશુભાઈ તન્ના, પારકર ઠક્કર સમાજ ના તત્કાલીન પ્રમુખ શ્રી ડાયાભાઇ ઠક્કર, પર્યાવરણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણી, પર્યાવરણ સમિતિ ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી નીલેશભાઈ ઠક્કર, પર્યાવરણ સમિતિના રિજિનલ મંત્રી શ્રી અલ્પેશ ભાઈ ગોવાણી , પર્યાવરણ સમિતિના રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી વિજયભાઈ ઠક્કર, શ્રી મુકેશભાઈ ઠક્કર ,RSS ગ્રુપના અગ્રણીઓ શ્રી રોહિતભાઈ મોદી, શ્રી ઉદયભાઇ કાનાની તથા અન્ય સભ્યો શ્રી, લાયન્સ ક્લબના અગ્રણીઓ શ્રી જયેશભાઈ , દિપા તથા અન્ય સભ્યો શ્રી , હેલ્પ ઇન્ડિયા ના અગ્રણી શ્રી સમીરભાઈ તથા અન્ય સભ્યો શ્રી, સ્પિરિચ્યુઅલ લીડર શ્રી તેજસભાઈ રાવલ,ગુજરાતી ફિલ્મ અભિનેતા શ્રી રાકેશભાઈ પુજારા , શિક્ષણ સમિતિના શ્રી ધવલભાઈ પૂજારા અને શ્રી દિલીપભાઈ પંખી તથા પર્યાવરણ પ્રેમીઓ ની હાજરીમાં E-WASTE FREEDOM DRIVE નું Launching કરવામાં આવ્યું હતું અને શ્રી જલારામ મંદિર ખાતે ઇ-વેસ્ટ નું કલેક્શન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સૌ સાથે મળીને આશરે 30 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સમિતિના સભ્યો દ્વારા પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી તથા અન્ય નું પરંમપરાગત ગ્રીન ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. સર્વેને ગો ગ્રીન નો મેસેજ આપ્યો હતો
આ પ્રસંગે પર્યાવરણ સમિતિના ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી નિલેશ ઠક્કર એ જલારામ વૃક્ષ મંદિર વિશે 2019 થી અત્યાર સુધી ના ડેવલપમેન્ટ વિશે તથા વૃક્ષ વિશે માહિતી આપી હતી. અને પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણી એ સ્વાગત પ્રવચન તથા નવા અભિયાન Know Your Waste અને રિસાયક્લિંગ વિશે પ્રાથમિક માહિતી આપી હતી અને આ અભિયાનનો કોઓર્ડીનેશન મહારાષ્ટ્ર ના ઉપાધ્યક્ષ શ્રી કરણ ઠક્કર કરશે તેમ જણાવ્યું હતું. તથા આગામી સમયમાં પર્યાવરણ સમિતિ દ્વારા સજીવ ખેતી, જળસંચય, સ્વસ્થ ઉર્જા ,રિસાયક્લિંગ ઉપર કામ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ તબક્કે આજના આ કાર્યક્રમમાં જોડાવા માટે શ્રી સતિષભાઈ વિઠલાણી તથા સર્વે મહાનુભાવ નો આભાર માન્યો હતો ત્યારબાદ લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ દ્વારા માતૃ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિષે સર્વે ને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા તેમને તેમના વક્તવ્ય દરમિયાન આરએસએસ તથા લાયન્સ ક્લબ અને હેલ્પ ઇન્ડિયા સંસ્થાઓ દ્વારા થતી પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને આ સંસ્થાઓના પ્રતિનિધિઓને પર્યાવરણ સમિતિના આવા કાર્યક્રમમાં સહભાગી થવા માટે અભિનંદન આપ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો, પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણી તથા સમગ્ર ટીમને બિરદાવી હતી અને જલારામ વૃક્ષ મંદિર નો પ્રોગ્રેસ જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મુકેશભાઈ ગોવાની એ કર્યું હતું.


Share

Leave a Reply