શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત “બાલ સંસ્કાર ગુંજન” નો પૂર્ણાહુતિ પ્રસંગ રવિવાર ૧૮ જુલાઈ ૨૦૨૧ ના રોજ સંપન્ન થયો

શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત “બાલ સંસ્કાર ગુંજન” નો પૂર્ણાહુતિ પ્રસંગ રવિવાર ૧૮ જુલાઈ ૨૦૨૧ ના રોજ સંપન્ન થયો

Share

શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત “બાલ સંસ્કાર ગુંજન“ ના છ રવિવારના અંતિમ ૧૮ જુલાઈએ રવિવારે ૧૫૦ થી વધુ બાળકો ઝુમ માધ્યમથી ભેગા થયા હતા.

લોહાણા મહાપરિષદ ના ગૌરવ ગીતથી શરૂઆત કરાય હતી. બેનશ્રી નમસ્વી ભૂપ્તાણીએ પ્રથમ ગણેશ વંદના અને ત્યારબાદ મંગલાચરણ ૬ થી ૧૩ વર્ષના બાળકો દ્વારા કરાવ્યું હતું. “૭૫ જેટલા બાળકોએ સરસ શ્લોક અને ભજન મોકલ્યા છે તેઓ સહુને પોસ્ટ દ્વારા લેમીનેટેડ સર્ટિફિકેટ મળશે અને ત્રણ શ્લોક અને ત્રણ ભજન સ્પર્ધા ના વિશેષ સન્માન માટે લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક કેન્દ્ર દ્વારા સુંદર મોમેન્ટો ટ્રોફી કોરીયરથી મોકલાય છે” તેની જાહેરાત નમસ્વીબેન દ્વારા કરાય હતી, સહુ ઉપસ્થિતોએ તાળીઓથી ખુશી વ્યક્ત કરી હતી.


આ પુનિત પૂર્ણાહુતિ પ્રસંગે ઉમરેઠ સંતરામ આશ્રમ થી નમસ્વીબેના ગુરૂ પૂજ્ય મહંત સ્વામીશ્રી ગણેશદાસજી મહારાજ ઝુમ માધ્યમથી પધાર્યા હતા જેની જાહેરાત આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર ના શ્રી ગિરીશભાઈ ડ્રેસવાલાએ કરી હતી અને તેમનો પરિચય બેનશ્રી નમસ્વીએ આપ્યો હતો. તે પૂર્વે પ્રમુખશ્રી સતિશભાઈ વિઠલાણીએ તેઓના ભાવ પ્રગટ કર્યા હતા. નમસ્વીબેનના આ સંનિષ્ઠ પ્રયાસ ને તેઓએ ખૂબ જ બિરદાવી હતી અને વિશ્વભરના લોહાણા આ વિજેતા સર્વ છ બાળકોની ક્લીપથી મોકલવા વૈભવભાઈ બુધ્ધદેવ જેઓ પ્રસારણ સંભાળી રહ્યા છે તેઓને જણાવ્યું હતું. વધુમાં શ્રી ગિરીશભાઈ તેમના પિતાશ્રી હરીભાઈ ડ્રેસવાલાના પગલે ચાલી રહ્યા છે તેની ખુશી વ્યક્ત કરી હતી.
ઉમરેઠના સંતરામ મંદિરના દર્શન સહુએ લાઈવ ઝૂમ મીટિંગ માં કર્યા હતા.

પૂજ્ય મહંત ગણેશદાસજી મહારાજે “બાલ સંસ્કાર ગુંજન“ બાળકો માટે આર્શિવાદ રૂપ છે અને આ છ રવિવારની માફક વધુ સત્સંગ બાળકોને મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી. નમસ્વી કુટુંબ સંસ્કાર છે તે જ રીતે ગિરીશભાઈ જોડાયને આવા સુંદર કાર્યો કરી રહ્યા છે અને સાથે જેઓ જોડાયા છે સહુને આર્શિવાદ આપ્યા હતા. સંતના આર્શિવાદ ૬ રવિવારના બેનશ્રી નમસ્વી બાળકોમાં સંસ્કાર માટે યોગ, ધાર્મિક વાર્તા વગેરે કરી રહી છે તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો.

આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર ના પ્રમુખ શ્રી ગિરીશભાઈ ડ્રેસવાલા દ્વારા કરાયું હતું. બેનશ્રી નમસ્વીબેન ભૂપ્તાણીનું સુંદર મોમેન્ટો દ્વારા અભિવાદન કરાયું હતું. ખૂબ જ ઉત્સાહના વાતાવરણ સાથે ઝુમ મિટીંગની પૂર્ણાહુતિ થઈ હતી.

જે છ બાળકોને વિશેષ પારિતોષિક ની જાહેરાત શ્રી સતિશભાઈ વિઠલાણી દ્વારા કરાય હતી તે નીચે મુજબ છે:

શ્રી લોહાણા મહાપરિષદ બાલ સંસ્કાર ગુંજન – શ્લોક સ્પર્ધા વિજેતા / Bal Sanskaar Gunjan – Shlok Competition Winners:

  • લહેર ઠક્કર (Laher Thakkar)
  • સૌમ્યા બડીયાણી (Saumya Badiyani)
  • જીયાંશી ભિંડે (Jiyanshi Bhinde)

શ્રી લોહાણા મહાપરિષદ બાલ સંસ્કાર ગુંજન – ભજન સ્પર્ધા વિજેતા / Bal Sanskaar Gunjan – Bhajan Competition Winners:

  • શ્લોક પોપટ (Shlok Popat)
  • ભાવિ ભગદેવ (Bhavi Bhagdev)
  • દિશા રૂપરેલ (Disha Ruparel)

Share

Leave a Reply