શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ અને આરોગ્ય સેવાયજ્ઞમાં સમાજની દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી દાતા તરીકે પોતે ગૌરવ અનુભવી શકે તે માટે ફક્ત રૂ. ૨૧૦૦/- ના દાન થકી “ભાગ્યશાળી દાતાશ્રી યોજના” અમલમાં મુકવામાં આવી હતી.
જે અનુસંધાને “ભાગ્યશાળી દાતાશ્રી યોજના” નો દ્વિતીય લકી ડ્રો માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ લાખાણી ના વરદ્ હસ્તે આજે તારીખ 17 જુલાઈ, 2021 ના રોજ રાત્રે 9 કલાકે ઓનલાઇન ઝૂમ એપ પર યોજાશે.
આ યોજનામાં ભાગ લેનાર પ્રથમ સો દાતાશ્રીઓ નાં લીસ્ટમાં 18 દાતાશ્રીઓની વિગત જેવી કે તેઓના નામ, ગામ, મોબાઇલ નંબર વગેરે વિગતો માતૃસંસ્થાને પ્રાપ્ત થઈ નથી, માટે તે લોકોની જગ્યાએ ક્રમ અનુસાર આવેલ બીજા 18 દાતાશ્રીઓના નામ જોડવામાં આવ્યા છે. આમ પ્રથમ સો દાતાશ્રીઓની લિસ્ટ બનાવી લકી ડ્રો કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ લકી ડ્રો માં પણ ૧૪ લોકોના નામ એવા હતા કે જે લોકોની વિગતો અધુરી હતી, જેમાંથી એક દાતાશ્રી ની વિગત આવતા તે નંબર ને આ સાથે જોડવામાં આવેલ છે
યોજના અંગેની ટૂંકમાં માહિતી –
આપ પણ આ યોજનામાં રૂ.૨૧૦૦ નું દાન આપી સહભાગી બની શકો છો. પ્રાપ્ત થયેલ દરેક દાતાની વિગત માતૃસંસ્થાની વેબસાઈટ પર મુકવામાં આવે છે. આમ, પ્રથમ ૧૦૦ વ્યક્તિની રકમ જમા થાય ત્યારબાદ સર્વ દાતાશ્રીઓના નામનું લીસ્ટ બનાવી કોમ્પ્યુટરાઈઝ લકી ડ્રો કરવામાં આવશે.
Bank Details –
Bank Name – Bank of Baroda
Name – Raghuvanshi Charitable Trust
Saving A/c No. – 30370100002314
Branch – S G Highway, Ahmedabad
IFSC – BARB0SGHAHM
(Fifth Character is Zero)
રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ ને અપાયેલ દાન ઇન્કમટેક્સ કલમ ૮૦જી હેઠળ કરમુક્ત છે. જેનો લાભ લેવા માટે દાતાશ્રી એ પોતાના પાનકાર્ડની નકલ આપવી આવશ્યક છે.
આપનું ફંડ ટ્રાન્સફર કે જમા કરાવ્યા પછી અમોને તેની વિગત (સ્ક્રીન શોટ), આપનું પૂરું નામ, સરનામું તેમજ મોબાઇલ નંબર / ઈ-મેલ આઈડી મોકલવાની રહેશે. જે દાતાશ્રીઓએ આ વિગત નહીં મોકલાવી હોય તેઓનું નામ લકી ડ્રો લીસ્ટમાં સામેલ કરવું શક્ય બની શકશે નહિ.