શ્રી લોહાણા મહાપરિષદના મુંબઈ કાર્યાલય ખાતે તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૧ ના રોજ સત્યનારાયણ પૂજા તથા સ્નેહ મિલન કાર્યક્રમ

શ્રી લોહાણા મહાપરિષદના મુંબઈ કાર્યાલય ખાતે તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૧ ના રોજ સત્યનારાયણ પૂજા તથા સ્નેહ મિલન કાર્યક્રમ

Share

શ્રી લોહાણા મહાપરિષદ ની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઇ ખેતવાડી થી મુંબઇ મુલુંડ સ્થિત શ્રી લોહાણા નિર્વાસિત ગૃહ ખાતે આવેલી લોહાણા કન્યાશાળા ના પરિસરમાં ખસેડવામાં આવી છે.

આ રજિસ્ટર્ડ ઓફિસ નું નવીનીકરણ કરીને વિક્રમ સંવત ૨૦૭૮ ના નૂતન વર્ષ નિમિત્તે સૌ મહાનુભાવો ની ઉપસ્થિતિમાં એક “સ્નેહ મિલન” નું આયોજન શુક્રવાર, તા. 19 મી નવેમ્બરે 2021 રોજે કરવામાં આવ્યું છે. તે નિમિત્તે સત્યનારાયણ ની મહાપૂજા નું આયોજન પણ કરાયેલ છે.

આ નવી ઓફિસ નો શ્રી સત્યનારાયણ મહાપૂજા સાથે શુભ આરંભ જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ ચંદન ના યજમાન પદે લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી ની ઉપસ્થિતિ માં શુક્રવાર, તા. 19 મી નવેમ્બરે 2021 ના રોજ નીચે આપેલ સરનામે રાખેલ છે:

શુભ સ્થળઃ

શ્રી લોહાણા મહાપરિષદ,

શ્રી લોહાણા કન્યા શાળા, નેતાજી સુભાષ ચંદ્ર બોસ રોડ,

મુલુંડ પોલીસ સ્ટેશન પાસે, મુલુંડ (પ), મુંબઈ ૪૦૦ ૦૮૦.


Share

Leave a Reply