ગત તારીખ ૨૬ જૂન, ૨૦૨૧ ના રોજ રઘુકુળ નગર, નાલાસોપારા ખાતે રીડેવલોપમેન્ટ નું કામ કરી રહેલ આર્કિટેક શ્રી કુલેશભાઈ ત્રિવેદી સાથે શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, મુંબઈ ઝોનલ પ્રેસિડેન્ટ શ્રી પિયુષભાઈ ગંઠા, મહામંત્રી શ્રી સુરેશભાઈ પોપટ ની એક મિટિંગ યોજાઈ હતી. જેમાં રઘુકુળ નગર, નાલાસોપારા ના રીડેવલોપમેન્ટ પર વિગતવાર ચર્ચા વિચારણા તેમજ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા. આવેલ પ્લાન લગભગ ફાઇનલ સ્ટેજમાં છે અને આગળની કાર્યવાહી ત્વરિત ગતિ એ આગળ વધે તે માટે જરૂરી પરમિશન લેવા માટેનું કાર્ય તાત્કાલિક રૂપે શરૂ કરવું એ મુજબ નક્કી કરવામાં આવ્યું.