વ્હાલા રઘુવંશીશ્રીઓ,
આપણે સૌ ભગવાન શ્રી રામ ના વંશજો છીએ, ભગવાન શ્રી રામના વખતે પણ કેટલાક આસુરી તત્વો હતા, જે હંમેશાં યજ્ઞ કરવામાં હાડકાં નાખીને વિઘ્નો ઉભા કરતા હતા. તેવા કેટલાક આસુરી તત્વો આ સમયમાં પણ મોજુદ હોય તેવું દેખાય છે. સમાજમાં ક્યાંય પણ સારું કામ થઈ રહ્યું હોય તો તેમાં વિઘ્નો ઉભા કરવા સમાજને ગેરમાર્ગે દોરવા નું કાર્ય આવા લોકો કરતા રહ્યા છે.
માતૃસંસ્થા પૂર્વ પ્રમુખ શ્રી જયંતીભાઈ કુંડલિયા એ શ્રી લોહાણા મહાપરિષદ નું સુકાન સંભાળ્યું ત્યારે તેઓ પોતાની વહીવટી સગવડ ખાતર શ્રી લોહાણા મહાપરિષદનું કાર્યાલય રાજકોટ લઇ ગયા. ત્યારબાદ ના પ્રમુખશ્રીઓએ પણ વહીવટી સગવડ ખાતર પોતપોતાના ક્ષેત્રમાં શ્રી લોહાણા મહાપરિષદનું કાર્યાલય રાખ્યું. આ સમયગાળા દરમ્યાન ખેતવાડીના આપણા રજિસ્ટર્ડ કાર્યાલય પર પૂરતું ધ્યાન અપાયું નહીં.
હાલના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી એ જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યારે સ્વાભાવિક રીતે તેમણે ટ્રસ્ટ મંડળની મીટીંગ બોલાવી ને મુંબઇ સ્થિત કાર્યાલયના મકાનની હાલત અંગે ચર્ચા વિચારણા કરી. ટ્રસ્ટ મંડળમાં નક્કી થયા મુજબ આ જર્જરીત ઈમારત જે હાલતમાં છે તે હાલતમાં વેચીને નવી ઓફિસ મુંબઇ ખાતે લેવી તેવું નક્કી કરવામાં આવ્યું છે.
મુલુંડ ખાતે આવેલ નિર્વાસિત ગૃહ ખાતે 150થી વધારે ભાડૂત ખૂબ બદતર હાલતમાં જીવે છે, પચાસ વર્ષ થી જુના મકાનોની હાલત ખૂબ ખરાબ છે, આ મિલકત ને સરકારી નિયમો અનુસાર રીડેવેલોપ કરીને ત્યાંના રહેવાસીઓને યોગ્ય સગવડ આપવી અને તે કાર્યવાહી દરમ્યાન જે પણ કાર્ય કરવું પડે તે માટે મુલુંડના ટ્રસ્ટ મંડળ તથા શ્રી લોહાણા મહાપરિષદના ટ્રસ્ટ મંડળ ને સાથે રાખવું અને બધા સાથે મળીને યોગ્ય કાર્યવાહી કરે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જે પણ કાર્યવાહી કરવા માં આવશે તે એકદમ જ પારદર્શક રહેશે.
આમ છતાં કેટલાક તત્વો જે પોતાને કથિત પત્રકાર માને છે તેઓ સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. આવા લોકોને ભૂતકાળમાં તેમનાં પોતાના ગામ અને શહેર માંથી આવી ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવા બદલ હાંકી કાઢવામાં આવ્યા છે. છતાં પૂર્વજન્મની હવનમાં હાડકાં નાખવાની માનસિકતા જતી નથી.
આવી કેટલીય વ્યક્તિઓ પોતાના સગાં મા – બાપને તેમજ ભાઈ ભાંડુઓને સાચવી નથી શકી અને મા – બાપ ને ત્રાસ આપ્યો છે. તેઓ સમાજની માતા માતૃસંસ્થાની વાતો સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે લખીને સમાજને ગેરમાર્ગે દોરવે છે.
જે ભાઈ એ એમ લખ્યું છે કે ખેતવાડીની જગ્યાના 25 કરોડ રૂપિયા મળી શકે છે તેમને આ માટે લેખીત ઓફર શ્રી લોહાણા મહાપરિષદના ટ્રસ્ટ મંડળના નામે તરત લાવવા વિનંતી. ટ્રસ્ટ મંડળ તેમની ઓફર પર તરત નિર્ણય લેશે.
સર્વ જ્ઞાતિજનોને વિનંતી કે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આવા અસુરી તત્ત્વોને સમાજમાં ખુલ્લા પાડે અને સમાજ દ્વારા અત્યારે જે સકારાત્મક પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમાં સાથ સહકાર આપે.