
સ્વચ્છતા ત્યાં પ્રભુતાના આગ્રહી રાષ્ટ્ર પિતા ગાંધીબાપુના માર્ગેને અનુસરી શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભીમાણીની પ્રેરણાથી પર્યાવરણ સમિતિના નવા અભિયાન “વાવનું જતન, જળનું સિંચન” અંતર્ગત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શહેર પોરબંદરમાં આવેલ છાંયાના ખોડીયાર માતાજીના મંદિરની વાવનું પૂજન અને સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે શ્રી છાંયા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી લલિતભાઈ કોટેચા, શ્રી ભાર્ગવ મજીઠીયા રિજિયોનલ મંત્રી તથા શ્રી યોગેશભાઈ પોપટ રિજિયોનલ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.