રઘુવંશી શ્રેષ્ઠી શ્રી નરોત્તમભાઈ પલાણ ને ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા

રઘુવંશી શ્રેષ્ઠી શ્રી નરોત્તમભાઈ પલાણ ને ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા

Share

શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા જેમને રઘુવંશી શ્રેષ્ઠી તરીકે સન્માનવામાં આવ્યા હતા તેવા રઘુવંશી સમાજ નું ઘરેણું, સમગ્ર પોરબંદર માટે આદરણીય એવા વત્સલ વડીલ શ્રી નરોત્તમભાઈ પલાણ જેઇફ ઉંમરે પણ યુવાનો ને શરમાવે તેવી ત્વરા થી કાર્ય કરે છે.

શ્રી નરોત્તમભાઈ ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ ના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર આયોજીત કાર્યક્રમમાં રાજકોટ ખાતે ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર થી પૂ. મોરારીબાપુના વરદ હસ્તે ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાત રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧ માં ગુજરાતી લોકસાહિત્યમાં સંશોધકો અને સંપાદકો જે આ ક્ષેત્રમાં દાયકાઓથી કાર્યરત છે તેઓને પ્રોત્સાહિત કરવા અને સન્માનીત કરવા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંચાલન સોંપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ વર્ષ ૨૦૧૧ થી અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ વર્ષ ૨૦૧૫ થી પ્રતિવર્ષ આપવામાં આવે છે.

સૌરાષ્ટ્ર ની રસધાર લખતી વખતે શ્રી ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર ના ગામડે ગામડે ફર્યા હતા, તે મુજબ શ્રી નરોત્તમભાઈ એ પણ રઘુવંશી શ્રેષ્ઠીઓ, સંતો અને ભક્તો ની માહિતી પ્રાપ્ત કરવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. રઘુવંશી સમાજના જીવતા જાગતા Encyclopedia કહી શકાય તેવા વડીલ શ્રી નરોત્તમભાઈ ને તેમની સિધ્ધિઓ બદલ બિરદાવતા સમસ્ત રઘુવંશી સમાજ ગૌરવ અનુભવે છે અને તેમને નત મસ્તક પ્રણામ કરે છે!


Share

Leave a Reply