શ્રી લોહાણા મહાપરિષદની એજ્યુકેશન સમિતિ દ્વારા છેલ્લા અઠવાડિયામાં 34 અરજીઓના કુલ રૂ. 8,69,500/- ની શિક્ષણ સહાય મંજુર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રમુખ શ્રી સતિષભાઈના નેતૃત્વ ના છ મહિના દરમિયાન કુલ 66 લાખ રૂપિયાની સહાય દાતાશ્રીઓના સહકારથી શિક્ષણ અને આરોગ્યમાં ફાળવવામાં આવી છે.
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના નવા વરાયેલા પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી ના નેતૃત્વમાં થઈ રહેલ સેવા કાર્યોની નોંધ લઈ પ્રથમ કારોબારી સમિતિ ના બીજા જ દિવસે ટ્રસ્ટી શ્રી મોહનભાઈ ઠક્કર દ્વારા આરોગ્ય માં રૂપિયા એક લાખનું અનુદાન પ્રાપ્ત થયેલ છે.