પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા અદ્યતન ટેકનોલોજી અને IT ટીમની મદદથી માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની સેવાની સરવાણી છેવાડાના રઘુવંશી પરિવાર સુધી પ્રસરે તે માટે ઐતિહાસિક નિર્ણય
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની વેબસાઈટમાં જરૂરી ફેરફાર કરવા તેમજ માતૃસંસ્થાના આશીર્વાદ અને સેવાની સુવાસ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા થતા કાર્યોને વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવી દરરોજના સમાચારોને પ્રકાશિત કરવા માટે પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી અને IT & Digital Media સમિતિના અધ્યક્ષ શ્રી નીમેષભાઈ માણેકની હાજરીમાં મીટીંગ યોજાઈ.
જેના અનુસંધાને આજરોજ તારીખ ૧૫ જૂન, ૨૦૨૧ ના રોજથી માતૃસંસ્થા દ્વારા Daily News (દરરોજના સમાચારો) આધુનિક ટેકનોલોજીના મદદથી પ્રકાશિત કરી છેવાડાના રઘુવંશી પ્રવાહમાં જોડાય તેવા સઘન પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે.
