તારીખ ૨૮ જૂન, ૨૦૨૧ ના રોજ સાંજે ૭ કલાકે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના અમદાવાદ કાર્યાલય ખાતે GPSC/UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના કોચિંગ ક્લાસીસની વ્યવસ્થા, તે અંગેના ધારાધોરણ નક્કી કરવા માટે મિટિંગ મળી હતી.
આ મિટિંગમાં માતૃસંસ્થાના વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરિયાણી(C. A), મહામંત્રી શ્રી હરીશભાઈ ઠક્કર (કેળવણીકાર), ખજાનચી શ્રી વસંતભાઈ અનારકટ (C. A), ગવર્મેન્ટ ઓફિસર્સ સમિતિના અધ્યક્ષ શ્રી પંકજભાઈ ઓંધિયા (Additional Collector), ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ડો. શ્રી નિરવભાઈ ઠક્કર, પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ડો. જયેશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.
સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ GPSC/UPSC જેવી પરીક્ષાઓમાં પાસ થાય અને સમગ્ર લોહાણા સમાજ સરકારી ક્ષેત્રમાં આગળ વધે એ માટે ભારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ ૨૪ જૂન ૨૦૨૧ ના રોજ મીટીંગ યોજી પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી એ પણ આ અંગેના સચોટ નિર્ણય લેવા સૌને જણાવ્યું હતું.
આમ, ટૂંક સમયમાં જ UPSC/GPSC Exam ની તૈયારી માટેના નિયમો નક્કી કરી ટૂંક સમયમાં આ અંગે ઘટતું કરવામાં આવશે.