શ્રી લોહાણા મહાપરિષદ મહિલા વિંગ – મહારાષ્ટ્ર કોંકણ વિભાગ દ્વારા ગુરુવાર ૫ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ “મધુર મુસ્કાન” વેબિનાર યોજાયો

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા વિંગ – મહારાષ્ટ્ર કોંકણ વિભાગ દ્વારા ગુરુવાર ૫ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ “મધુર મુસ્કાન” વેબિનાર યોજાયો

Share

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ, મહારાષ્ટ્ર કોંકણ વિભાગ દ્વારા ૫ ઑગસ્ટ ૨૦૨૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાક દરમ્યાન ઝૂમ એપ પર દાંતની સાર-સંભાળ માટે મધુર મુશ્કાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદના,સ્તુતિ અને રઘુવંશી પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યક્રમનું સુકાન સંભાળતા કોંકણ વિભાગના મહિલા અધ્યક્ષા શ્રીમતિ ભાવનાબેન કેસરિયાએ સર્વેનું સ્વાગત કરતા આવકાર પ્રવચન આપ્યું હતું , લોહાણા સમાજ નવી મુંબઈના ટ્રસ્ટી શ્રીમતી મીનાક્ષીબેન રૂપારેલે મહિલા પ્રવૃત્તિઓની સરાહાના કરી હતી. શ્રી લોહાણા મહાપરિષદના રાષ્ટ્રિય મહિલા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન વિઠલાણીએ કાર્યક્રમના આયોજન અને મહિલાઓની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે દાંતની સારવાર મોંઘી હોવા છતાં, તેનું મેડીક્લેઇમમાં સમાવેશ નથી થતું તે બાબત ચિંતા વ્યકત કરી હતી. શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ સહ મહારાષ્ટ્ર મહિલા અધ્યક્ષા શ્રીમતી જ્યોતિબેન ઠક્કરે પણ કાર્યક્રમનાં આયોજન બદલ ખુશી વ્યક્ત કરતાં દાંતની સાર સંભાળ વિશેનુ મહત્વ જણાવ્યું હતુ.


કાર્યક્રમનાં મુખ્ય પ્રવક્તા ડૉ. બંદીશ પારેખ (એમ.ડી.એસ.) દાંત વિષેની ભા્મક માન્યતાઓ અને હકીકતો વિશે ખૂબજ સુંદર અને સરળ ભાષામાં માહિતી આપી હતી. તેમજ સ્લાઇડ શો દ્વારા અત્યાધુનિક સારવાર વિશે વિસ્તાર પુર્વક સમજાવ્યું હતું. તેમજ બહેનોને દાંતની તકલીફો ન થાય તે માટે કઈ તકેદારી અને કાળજી લેવી તેના મહત્વ પૂર્ણ સુચનો કર્યાં હતાં. ત્યાર બાદ બહેનોના સવાલોના વિસ્તાર પુર્વક જવાબો આપ્યા હતા. ડૉ. બંદીશ પારેખ વ્યવસાયીક વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને સમાજની બહેનોને ઉપયોગી માર્ગદર્શન પુરું પાળવા બદલ તેમને શુભેચ્છાનાં પ્રતિકરૂપે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રીમતી રાધાબેન માણેકે કર્યું હતું.
ગણેશ વંદના સ્તુતિ: અનુસયાબેન ચોથાણી
રધુવંશી પ્રાર્થના: આશાબેન મણિધર
ભાવનાબેન કેસરિયાનો પરિચય: અરુણાબેન કેસરિયા
મીનાબેન રૂપારેલનો પરિચય: સ્નેહાબેન કોટક
રશ્મિબેન વિઠલાણીનો પરિચય: શિલ્પાબેન કારીયા
જ્યોતિબેન ઠક્કરનો પરિચય: સોનમબેન ગણાત્રા
ડૉ.બંદીશ પારેખનો પરિચય: ગાયત્રીબેન ઠક્કર
કાર્યક્રમની આમંત્રણ પત્રિકા: પ્રતિમાબેન ઠક્કર – મીતાબેન પલણ
ઝૂમ મિટીંગ સહકાર્ય: વૈભવભાઈ બુધ્ધદેવ – નીધીબેન પલણ
વગેરે સર્વ કાર્યકર્તાઓનો આભાર માનવામાં આવ્યો હતો.


Share

Leave a Reply