શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોન તથા આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા બુધવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નૃત્ય નાટિકા ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોન તથા આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર દ્વારા બુધવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ નૃત્ય નાટિકા ઓનલાઇન કાર્યક્રમ યોજાયો

Share

શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ, મુંબઈ સહ મહારાષ્ટ્ર અને શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઓનલાઇન ઝુમ નૃત્ય ભક્તિ કાર્યક્રમ બુધવાર તા- ૨૯/૯/૨૦૨૧ ના રોજ બપોરે ૪-૦૦ કલાકે સફળતા પૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદના તથા રઘુવંશી ગાથા ના એક અનેરા નૃત્ય દ્વારા રજુ કરવામાં આવી હતી. પશ્ચિમ મહારાષ્ટ્ર અધ્યક્ષ શ્રીમતી ક્રિતીબેન નાગ્રેચા એ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ મહિલા પાંખ ના અધ્યક્ષ શ્રીમતી રશ્મિબેન વિઠલાણી, મુંબઈ સહ મહારાષ્ટ્ર મહિલા સમિતિ ના અધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન ઠક્કર, મહાપરિષદ આધ્યાત્મિક કેન્દ્ર ના અધ્યક્ષ શ્રીમાન ગિરિશભાઈ ડ્રેસવાલા, મહારાષ્ટ્ર મહિલા સમિતિ ના સેક્રેટરી શ્રીમતી મીનાબેન મગદાણી, કાર્યક્રમને રંગારંગ કરનાર વિવિધ વિભાગો ના અધ્યક્ષ, ભાગ લેનાર તમામ કલાકારો, વિવિધ સ્થળોએ થી ઉપસ્થિત રહેલા મહાનુભાવો તથા તથા ઝુમ પર ઉપસ્થિત સર્વે મહેમાનો નું હાર્દિક સ્વાગત કર્યું હતુ.

ત્યારબાદ મુંબઈ સહમહારાષ્ટ્ર મહિલા સમિતિ અધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન ઠક્કરે શ્રીમતી રશ્મિબેન વિઠલાણી, શ્રી ગિરિશભાઈ ડ્રેસવાલા, મહાપરિષદના ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ ઠક્કર, મહારાષ્ટ્ર મહિલા સમિતિ ના દરેક વિભાગ ના અધ્યક્ષ, ઉપસ્થિત સર્વે મહેમાનો , નૃત્ય નાટિકા ના કલાકારોનુ હાર્દિક સ્વાગત કર્યું હતું . વિઠલાણી દંપતી ના સાથ, સહકાર, સહયોગ અને તેમના કાર્યો ને બિરદાવ્યા હતા. મહાપરિષદ ના ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ ઠક્કર અને મહાપરિષદ આધ્યાત્મિક કેન્દ્ર ના અધ્યક્ષ શ્રી ગિરિશભાઈ ડ્રેસવાલા નુ સ્વાગત કરતાં હંમેશા તેમના સાથ અને સહકાર ને બિરદાવ્યા હતાં અને આભાર વ્યક્ત કર્યો હતો. દરેક વિભાગ ના અધ્યક્ષ તથા સહયોગી કલાકારો નું પણ સ્વાગત કરતાં શુભેચ્છા પાઠવી હતી. શ્રીમતી રશ્મિબેન વિઠલાણી એ મુંબઈ સહમહારાષ્ટ્ર મહિલા સમિતિ ના અધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન ઠક્કર અને ટીમ ને તેમના સમાજ ને હંમેશા કંઈક નવું આપવાના પ્રયાસ ને બિરદાવ્યા હતા.શ્રી જીતુભાઈ ઠક્કર અને શ્રી ગિરિશભાઈ ડ્રેસવાલા એ પણ પોતાના શબ્દ સુમન થી કાર્યક્રમ ના એક અનેરા પ્રયત્ન ને બિરદાવ્યો હતો.

કાર્યક્રમ ના સંચાલક મીનાબેન મગદાણી એ ત્યારબાદ સુકાન સંભાળ્યું હતું અને વિવિધ વિભાગો માંથી કલાકારો એ રજુ કરેલ નૃત્ય ભક્તિ ને એક આગવી ઘરે બેઠા યાત્રાના રૂપે ગુંથણી કરી અને ઉપસ્થિત રહેલા દરેક ને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા. શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી એ પણ ‌અતિ વ્યસ્ત હોવા છતાં કલાકારો નો ઉત્સાહ વધારવા આમંત્રણ ને માન આપીને કાર્યક્રમ માં હાજરી આપી અને પોતાના શબ્દ સુમન થી ઉપસ્થિત સર્વે નો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમ ના અંત માં આભાર વિધિ મહારાષ્ટ્ર ખપોલી કોંકણ વિભાગ ના સ્પોર્ટ્સ અધ્યક્ષ શ્રીમતી સરોજબેન વિઠલાણી એ સહજતાથી સ્વીકારી અને ઉપસ્થિત રહેલા મહાપરિષદ ના પ્રમુખ, મહિલા સમિતિ ના અધ્યક્ષ, ઉપપ્રમુખ, આધ્યાત્મિક કેન્દ્ર ના અધ્યક્ષ, મુંબઈ સહમહારાષ્ટ્ર ના અધ્યક્ષ, દરેક મહાનુભાવો તથા મહેમાનો, અધ્યક્ષો, કલાકારો, બેનર- સન્માન પત્ર અને ટ્રેલરના સહયોગી, આઇટી ટીમ, કાર્યક્રમ ના સંચાલક તથા સ્વાગત કરનાર નો ખરાં હ્રદય થી આભાર વ્યક્ત કરી અને કાર્યક્રમ ને વિરામ આપ્યો હતો.


Share

Leave a Reply