શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિ, મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોન, ઉત્તર મહારાષ્ટ્ર વિભાગ દ્વારા ઓનલાઇન ઝુમ ઉપર લાઈવ ‘સાથિયા સાથ નિભાના‘ નામનો કાર્યક્રમ રવિવાર તા. ૫ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ માં સફળતા પૂર્વક સંપન્ન થયો.
કાર્યક્રમની શરૂઆત રઘુવંશી ગીત, ગણેશ સ્તવન દ્વારા કરવામાં આવી. શ્રીમતી દર્શના બેન વસંતે સૂત્ર સંચાલન કર્યું .
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના મહિલા પાંખ ના ઉત્તર મહારાષ્ટ્ર વિભાગના મહિલા પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન રાઈચુરાએ સૌ ઉપસ્થિત પદાધિકારીઓ નું સ્વાગત કર્યું.
મહિલા પાંખના અધ્યક્ષ શ્રીમતી રશ્મિબેન વિઠલાણી એ મહિલાઓ ની પ્રવૃતિઓની પ્રશંસા કરી અને વિષય ની જરૂરિયાત ઉપર ભાર મુક્યો. મુંબઈ સહ મહારાષ્ટ્ર મહિલા સમિતિ ના અધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન ઠક્કરે પણ મહિલાઓ ને ઉપયોગી એવા વિષયો ની શૃંખલા માં ઉમેરો થવાની વાત કહી. ત્યારબાદ શ્રીમતી અંજુબેન પંચમતીયા તથા શ્રીમતી જ્યોતિબેન કિંગર દ્વારા નાસિક ના મહિલા મંડળ ની પ્રવૃતિઓ વિશે માહીતી આપવામાં આવી.
ત્યારબાદ કાર્યક્રમ ના વકતા શ્રીમતી કૃપાલિબેન હિરેન રાજાણીએ તેમના વિષયને પૂર્ણ ન્યાય આપી, આપણા સમાજમાં છૂટાછેડા ને લગતી સમસ્યાઓ અને તેના ઉપાયો વિશે વ્યાખ્યાન આપ્યું. સૌ બહેનોને આજના સમયમાં સ્ત્રીઓને લગતા કાયદાઓ, ગેરસમજો, કુપ્રવૃત્તિઓ વિશે પ્રકાશ પાડ્યો. તેમજ હાજર બહેનોના વિવિધ પ્રશ્નોના સંતોષજનક ઉત્તર આપ્યા હતા. તેમજ ભવિષ્ય માં સમાજને પોતે ક્યારે પણ માર્ગદર્શન ની જરૂર હોય ત્યારે પોતાનો સહભાગ આપવાની તૈયારી બતાવી. શ્રી લોહાણા મહાપરિષદ મેટ્રીમોનીઅલ સમિતિ ના અધ્યક્ષ શ્રી જયેન્દ્રભાઈ સોઢા પણ આ વેબિનાર માં ઉપસ્થિત રહ્યા હતા તથા તેમણે કૃપાબેનને શુભેછાઓ આપી હતી.
કાર્યક્રમમાં શ્રીમતી શીતલબેન રાઈચુરા એ આભારવિધિ કરી હતી. ટેક્નિકલ સહાય વૈભવભાઇ બુધ્ધદેવ એ કરી હતી.