શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિની કારોબારી બેઠક તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ચોટીલા ખાતે યોજાઇ

શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિની કારોબારી બેઠક તારીખ ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ચોટીલા ખાતે યોજાઇ

Share

તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૧, રવિવારના રોજ જલારામ ધામ, ચોટીલા મુકામે લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતિની એક ખાસ કરોબારીનું પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટ ભીમાણીના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેહમાન તરીકે પધારેલ શિલ્પાબેન મહિલા પાંખના અગ્રણી,લોહાણા મહાપરિષદ, દુબઈ પણ ઉપસ્થિત રહેલ હતા. રાજુ ઠક્કર, રીજીયોનલ અધ્ય્ક્ષ સૌરાષ્ટ્ર (૪) દ્વારા દરેક મુખ્ય મહેમાનનું મોમેન્ટો આપી સ્વાગત કરેલ હતું.

તદુપરાંત આ કાર્યક્રમ જે સ્થળે યોજવામાં આવેલ એવું રૂડું જલારામધામ, ચોટીલા જેનું સંચાલન જેના નેજા હેઠળ કરવામાં એવા જલારામધામ, ચોટીલાના પ્રમુખ શ્રી ધીરેન્દ્રભાઈ રાજા દ્વારા દરેક મુખ્ય મહેમાનનું ખેસ પેહારવી તથા જલારામ બાપની છબી આપી સ્વાગત કરેલ હતું અને તેમની ટીમ દ્વારા પધારેલ દરેક મહેમાન માટે પ્રસાદીની પણ વ્યસ્થા કરેલ હતી જે બદલ પર્યાવરણ સમિતિના તમામ મેમ્બરે તેમનો અને તેની ટીમનો ખાસ આભાર માનેલ. અને ‘સપનાના વાવેતર ગ્રુપ’ ના શ્રી અશોકભાઈ હિન્ડોચા,શિલ્પાબેન, ડો. અશ્વિનભાઈ તથા તેની ટીમ દ્વારા પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટ ભીમાણીનું અને મુખ્ય મહેમાનનું ખેસ પહેરાવી સ્વાગત કરેલ હતુ.

ત્યારબાદ મુખ્ય વકતા અને પર્યાવરણ સમિતિના અધ્યક્ષ દ્વારા પર્યાવરણ સમિતિના જે મુખ્ય કાર્યક્રમો ચાલે છે જેવા કે “વ્રુક્ષ વાવો ધરતી બચાવો”, “વાવનું જાતન જળ નું સિંચન”, “સજીવ ખેતી”, “અન્ન બચવો”, “નો મોર પ્લાસ્ટિક” વગરે ઉપર આવેલ તમામ પર્યાવરણ પ્રેમી કાર્યકરતાને વિસ્તૃત માહિતી આપી હતી અને દરેક હોદેદારો સાથે સંકલ્પ લીધેલ કે આપણે પર્યાવણની જાણવાની કરીશું અને પૃથ્વીને હરિયાળી બનાવશું તથા પધારેલ દરેક હોદેદારોનું ખેસ પહેરાવી સ્વાગત કરેલ હતું.


આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શ્રી અશોકભાઈ તથા હરેશભાઈ કોટક દ્વારા કરવામાં આવેલ હતું અને કાર્યક્રમના અંતે શ્રી સુમિત કારીયા, ઝોનલ મંત્રી સૌરાષ્ટ્ર (૪) દ્વારા પધારેલ તમામ પર્યાવરણ પ્રેમી કાર્યકર્તાનો સંસ્થા વતી આભાર વ્યકત કરેલ હતો અને આ કાર્યક્રમ સફળ બનાવવા શ્રી યોગેશ પોપટ, રીજીયોનલ અધ્ય્ક્ષ સૌરાષ્ટ્ર (૨), અને શ્રી સુમિત કારીયા, ઝોનલ મંત્રી સૌરાષ્ટ્ર (૪) દ્વારા ખાસ આયોજન કરેલ હતું


Share

Leave a Reply