શ્રી લોહાણા મહાપરિષદ દક્ષિણ ગુજરાત ઝોન 8 મહિલા વિંગ દ્વારા તારીખ ૩ ઓક્ટોબર ૨૦૨૧ ના રવિવારે સુરત લોહાણા મહાજન વાડી સુરત ખાતે સંગીની મેલા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેડીમેડ કપડા ફેબ્રિક્સ, ચાદર, જવેલરી, નવરાત્રી સ્પેશ્યલ, ચણીયાચોલી દિવાલી દીયા, તોરણ, ચોકલેટ, કેક, food stall જેવા વિવિધ પ્રકારના ૩૦ જેટલા સ્ટોલ દ્વારા રઘુવંશી બહેનોએ પોતાના વ્યવસાયને વેગ આપવા પ્રયત્ન કર્યો હતો.
અલકાબેન રાજાની ગણેશ વંદના થી શરૂ થયેલ ઉદ્ઘાટન સમારોહમાં શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી એ બહેનોના આ પ્રયાસને બિરદાવી રાષ્ટ્રીય કક્ષાએ આવા મેળાનું આયોજન કરવા સૂચન કર્યું હતું તો મહિલા અધ્યક્ષ આ રશ્મિબેન વિઠલાણી એ બહેનોએ કોઈપણ જાતના ક્ષોભ વિના પોતાનામાં પડેલી કળાને અથવા વ્યવસાયની સૂઝ ને બહાર લાવી પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું જીગ્નેશભાઈ ભજીયાવાલા એ સરકારી યોજનાઓની માહિતી આપી હતી અને ઝોન પ્રમુખ શૈલેષભાઈ સોનપાલ એ પણ આવા મહિલા વિકાસના દરેક કાર્યક્રમમાં સહયોગની ખાતરી આપી હતી ઝોન મહિલા પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન રાજા અને સુરત લોહાણા મહાજન પ્રમુખ શ્રી મુકેશભાઈ ઠક્કર એ સૌને આવકારી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું પીનાબેન ઠક્કર જે સમગ્ર પ્રોજેક્ટ ની તૈયારી માં સિંહફાળો આપ્યો હતો અને તેમની વિશેષ માહિતી પણ આપી હતી આભારવિધિ કલ્પનાબેન ઠક્કરે કરી હતી તો કાર્યક્રમનું સંચાલન ઉષાબેન હિરાણીએ કર્યું હતું.
ત્યારબાદ મહાપરીષદ ના પ્રમુખ સતીષભાઇ અને મહીલા અઘ્યક્ષ રશ્મિ બેને રીબન કાપી અને દીપ પ્રાગટ્ય બાદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સૌ મહેમાનોએ યથાયોગ્ય ખરીદી કરી હતી દિવસ દરમિયાન ઘણા લોકોએ મેળાનો લાભ લઇ બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.









