શ્રી લોહાણા મહાપરિષદ મધ્ય ગુજરાત ઝોનના ઝોનલ પ્રમુખ શ્રી અશોકભાઈ ગઢિયાની આગેવાની હેઠળ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ આણંદ નડીયાદ મહાજનની મુલાકાત યોજાઇ

શ્રી લોહાણા મહાપરિષદ મધ્ય ગુજરાત ઝોનના ઝોનલ પ્રમુખ શ્રી અશોકભાઈ ગઢિયાની આગેવાની હેઠળ તારીખ ૨ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ આણંદ નડીયાદ મહાજનની મુલાકાત યોજાઇ

Share

આજરોજ ૨ ઓક્ટોબર ૨૦૨૧ ગાંધી જયંતી ના દિને અમદાવાદ મધ્યસ્થ ઝોન 7 ના ઝોનલ પ્રમુખ અશોકભાઈ ગઢિયાની આગેવાની હેઠળ નીતિનભાઈ, હર્ષદભાઈ તથા જશવંત તન્નાએ આણંદ નડીયાદ મહાજનની મુલાકાત લીધી. 10 વાગે સમયસર પહોંચી ચા નાસ્તાને યોગ્ય ન્યાય આપી મીટિંગ શરૂ થઈ.

રઘુવંશી ધ્વજવંદન, દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલી આપી મીટિંગ શરૂ થઈ. આણંદ મહાજન અગ્રણીઓએ બુકેથી મહેમાનોનું સ્વાગત કર્યું, ચંદ્રકાંતભાઈ તન્નાએ મહાપરિષદ વિશે ઊંડાણ પુર્વક માહિતી આપી. આણંદમાં મુખ્ય 3 મહાજનો આણંદ લોહાણા મહાજન, સૌરાષ્ટ્ર લોહાણા મહાજન તથા લોહાણા મિત્રમંડળ. અંદાજે 750/800 જેટલા પરિવારો આજુબાજુના ખંભાત, લીંબાસી, તારાપુર, સારસા, ડાકોર, વિધ્યાનગર, માતર, બોરસદ વગેરે ગામોથી પણ લોહાણા અગ્રણીઓ આવેલા. પ્રવિણભાઈ રિજીયન ચેરમેન, પરેશભાઈ રિજીયન મંત્રી, ભરતભાઈ, અતુલભાઈ સૌરાષ્ટ્ર મહાજન, મનુભાઈ આણંદ મહાજન, વિધ્યાનગર મહાજન, ડાકોર મહાજન, હસમુખભાઈ કારીયા વગેરેએ મહાપરિષદની કામગીરી હેતુ પ્રવૃત્તિઓ વગેરેની સમજ આપી. સંગઠિત થઈ સમાજ ઉત્કર્ષ માટે આહ્વાન કર્યું.

દિલીપભાઈ ઠક્કરે UPSC GPSC માટે વિધ્યાર્થીઓ પ્રયત્ન કરે તે માટે ખુબ ભારપૂર્વક જણાવ્યું. પોતાનો આર્થિક સહયોગ આપવાની તત્પરતા બતાવી. આણંદ SP ઓફિસમાં જોબ કરતા ઠક્કરભાઈએ કહ્યું લોહાણા ભાઈઓને મારા લેવલની દરેક મદદ માટે હું હરહંમેશ તૈયાર છું. ડાકોર મહાજને મહાપરિષદના ઝોનલ હોદ્દેદારોને લોહાણા જાગૃતિ માટે ડાકોર આવવા આમંત્રણ આપ્યું. દરેકને સંગઠનની મજબુતી અને જાગૃતિની આવશ્યકતા મહેસુસ થઈ. મહાપરિષદની બધી સમિતીઓના કાર્યો માટે ઉત્સાહ આનંદ થયો. મીટિંગ ખુબ સફળ રહી.


Share

Leave a Reply