તાલાલા: તારીખ ૦૨/૧૦/૨૦૨૧ ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે તાલાલા પર્યાવરણ સમિતિ દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં તાલાલા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી યોગેશભાઈ ઉનડકટ તથા નીતિનભાઈ છગ પર્યાવરણ સમિતિ સૌરાષ્ટ ઝોન ૩ ના મંત્રી અને સાથે કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
પરેશભાઈ રાયચુરા, મુકેશભાઈ કાનાબાર, અમર ઉનડકટ, ધર્મેન્દ્ર રાયચુરા, અનિલભાઈ ધનેશા, નીતિન ભીમજીયાણી, હિતેશભાઈ કાનાબાર તથા સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અમદાવાદ: શ્રી લોહાણા મહાપરીષદ અમદાવાદ પર્યાવરણ સમિતિ ના સદસ્ય હેમંતભાઈ ઠક્કર, પર્યાવરણ સમિતિ ઉત્તર ઝોન મંત્રી ડો. સંજય ઠક્કર, ઉત્તર ઝોન ના ઉપપ્રમુખ જનકભાઈ તન્ના ની હાજરી માં ગૌશાળા હારીજ ખાતે ૬ વડ નું રોપણ કરવામાં આવ્યું.
રાધનપુર: આજરોજ તારીખ ૨ જી ઓક્ટોબર ‘ગાંધી જયંતી” નિમિત્તે રાધનપુર કલેકટર / મામલતદાર કચેરી કેમ્પસ તેમજ પોલીસ સ્ટેશન શ્રી લોહાણા મહાપરિષદ, રાધનપુર પર્યાવરણ સમિતિ દ્વારા સફાઈ અભિયાન નો કાર્યક્રમ યોજવામાં આવેલ. પાટણ, મહેસાણા જિલ્લા અધ્યક્ષ કમલેશભાઇ તન્ના, રાષ્ટ્રીય કારોબારી પર્યાવરણ સમિતિ સભ્ય પ્રહલાદભાઈ તન્ના એ હાજરી આપી કામગીરીને બિરદાવી હતી. ભારત વિકાસ પરિષદ પ્રમુખ દિલીપભાઇ પુજારા, રાજુભાઈ ઠક્કર. બહેનશ્રી ધરતીબેન રતાણી.. મનુભાઈ ઠક્કર વિગેરે હાજર રહ્યા હતા.
મહાત્મા ગાંધીજીના વિચારોને સાર્થક બનાવવા અને મા. શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે “સ્વસ્થ ભારત” અભિયાનને સફળ બનાવવાના હેતુથી આજે ભારત વિકાસ પરિષદ રાધનપુર શાખાએ સફાઈ કરીને કચરો ભેગો કરીને ટ્રેક્ટર માં ભરાવી અને દવાનો છંટકાવ કરેલ.
અત્યારે હાલ જે રોગચાળા ચાલી રહ્યો છે ત્યારે સફાઈ કરી ને ગંદકી દૂર કરવા માં આવી આજના કાર્યક્રમમાં ઈ-ધરાના મામલતદાર શ્રી વિશાલભાઇ તેમજ પોલીસ સ્ટેશનમાંથી શ્રી ઘનશ્યામભાઈ અને પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ, ભારત વિકાસ પરિષદ રાધનપુર શાખાની કામગીરી ને બિરદાવી હતી.
























