આપ સૌ જાણો છો તે પ્રમાણે શ્રી લોહાણા મહાપરિષદની પર્યાવરણ, સજીવ ખેતી અને સ્વચ્છ ઊર્જા સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂન, ૨૦૨૧ ના રોજ અમદાવાદની નજીકમાં આવેલ અંબાપુરની વાવ ખાતે વાવ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવેલ અને “વાવનું જતન, જળનું સિંચન” નું અભિયાન પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, મહામંત્રી શ્રી હરીશભાઈ ઠક્કર, અધિક શ્રી હર્ષદરાય ઠક્કરની હાજરીમાં સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઇ ભીમાણી દ્વારા શરૂ કરવામાં આવેલ, ત્યારબાદ તેને અનુસરીને સૌરાષ્ટ્રમાં છાયા (પોરબંદર) ખાતે આવેલ શ્રી ખોડિયાર માતાની વાવમાં સૌરાષ્ટ્રની ટીમ દ્વારા પણ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.
આજ રીતે આપને આપના વિસ્તાર અથવા આજુ બાજુની વાવ/કુંડ શોધીને આવી સફાઈનો કાર્યક્રમ કરવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે. આ સફાઈ અભિયાનથી આપણી સંસ્કૃતિ અને વારસો પણ જળવાશે તેમજ પાણીનો સંગ્રહ પણ થશે.
તો આ ભગીરથ કાર્યમાં લાગી જવા ખાસ વિનંતી છે. આપ સૌને આપના વિસ્તારની કોઈ પણ વાવ ને લાગતી માહિતીની જરૂર હોય તો જણાવજો.
સંપર્ક સૂત્ર –
પ્રોજેક્ટના કો-ઓર્ડીનેટર
ડો. રોહન ઠક્કર 8460077406
શ્રી નિલેશ ઠક્કર 9825613566
શ્રી જય ઠક્કર 9879432255
ડો. મહેશ હાલાણી 8849779042