શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા મહાપરિષદ એજ્યુકેશન ટ્રસ્ટ – મુલુંડ ની ગત ટ્રસ્ટ બોર્ડની મીટિંગ નો અહેવાલ

શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા મહાપરિષદ એજ્યુકેશન ટ્રસ્ટ – મુલુંડ ની ગત ટ્રસ્ટ બોર્ડની મીટિંગ નો અહેવાલ

Share

શ્રી લોહાણા મહાપરિષદ નિર્વાસિત ગૃહ અને મહિલા ઉદ્યોગ ગૃહ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા મહાપરિષદ એજ્યુકેશન ટ્રસ્ટ – મુલુંડ ની ગત તારીખ 11 જૂન, 2021 ના રોજ ટ્રસ્ટ બોર્ડની મીટિંગ મળી હતી જેમાં ખાલી પડેલ ટ્રસ્ટીશ્રીઓની જગ્યા માટે નિયમોનુસાર નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવા માટે ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઇ કોટક દ્વારા માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની કારોબારી સમિતિને જાણ કરવામાં આવી હતી.

જે અંતર્ગત તારીખ 13 જૂન 2021 ના રોજ યોજાયેલ શ્રી લોહાણા મહાપરિષદની કારોબારી સમિતિની મિટિંગમાં માતૃસંસ્થા ના પ્રમુખ / મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી ની ઉપરોક્ત બંને ટ્રસ્ટનાં ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સાથોસાથ થયેલ ઠરાવ મુજબ તેઓને બાકી રહેલી ખાલી પડેલી ટ્રસ્ટીઓની નિમણૂક કરવા માટે સત્તા આપવામાં આવી હતી.

જે અનુસંધાને મુલુંડના ઉપરોક્ત બંને ટ્રસ્ટના ટ્રસ્ટ મંડળની મીટીંગ આજરોજ તારીખ 19 જૂન, 2021 ના રોજ ઓનલાઇન ઝૂમ એપ પર મળી, જેમાં શ્રી જનકભાઈ ઠક્કર – મુંબઈ, શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર – વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી લોહાણા મહાપરિષદ,નાસિક, શ્રી ડો. પ્રવીણભાઈ દૈયા – મુંબઈ, (રિજિયોનલ પ્રમુખ શ્રી લોહાણા મહાપરિષદ) શ્રી યોગેશભાઈ ઠક્કર – મુંબઇ (ખજાનચી શ્રી લોહાણા મહાપરિષદ) ની શ્રી લોહાણા મહાપરિષદ ના મુલુંડ ખાતે આવેલા ઉપરોક્ત બંને ટ્રસ્ટોમાં ટ્રસ્ટીઓ તરીકે શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી દ્વારા નિમણૂક કરવામાં આવી છે.

શ્રી લોહાણા મહાપરિષદ ના મુલુંડ ના બંને ટ્રસ્ટ બોર્ડ માં નિમણુંક કરાયેલા મહાનુભાવો નો ટુંકો પરિચય:

શ્રી જનકભાઈ ઠક્કર ઘોઘારી લોહાણા મહાજન મુંબઈ ના ટ્રસ્ટી, ખીમજી ભગવાન ચેરિટી ટ્રસ્ટ ના ચેરમેન, જુહુ મુંબઈ સ્થીત કાન બાઈ લાલબાઈ કન્યા છાત્રાલય અને એડ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી છે. શ્રી જીતુભાઈ ઠક્કર, નાસિક, શ્રી લોહાણા મહાપરિષદ ના વરિષ્ઠ ઉપપ્રમુખ, સહયોગ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકાર રચીત નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) માં ડાયરેકટર, શ્રી બાબુલ નાથ મંદિર ના ટ્રસ્ટી, CREDAI ની સલાહકાર સમિતિ ના અધ્યક્ષ છે. ડો. પ્રવીણભાઈ દૈયાં શ્રી લોહાણા મહાપરિષદ ના રિજિયોનલ પ્રમુખ ઉપરાંત મુલુંડ સ્થીત SMPR ઇંગ્લિશ સ્કૂલ અને નવભારત નૂતન વિદ્યાલય માં ટ્રસ્ટી, મુલુંડ ના રઘુવંશી ફાઉંડેશન તથા રઘુવંશી સમાજ સેવા સંઘના ટ્રસ્ટી છે. શ્રી યોગેશ ઠક્કર શ્રી લોહાણા મહાપરિષદ ના ખજાનચી છે, ૩૦ વર્ષથી CA તરીકે પ્રેક્ટિસ કરે છે, વડાલા સ્થીત લોહાણા વિદ્યાર્થી ભવન ના કારોબારી સભ્ય છે, ભાગવત ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ઇન્ડિયન જિમખાના માટુંગા ના ખજાનચી છે.


Share

Leave a Reply