માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના મધ્યભારત ઝોન મહિલા સમિતિ દ્વારા Law અવેરનેસ વેબિનાર સફળતાપૂર્વક સંપન્ન

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના મધ્યભારત ઝોન મહિલા સમિતિ દ્વારા Law અવેરનેસ વેબિનાર સફળતાપૂર્વક સંપન્ન

Share

તા. ૨૦ જૂન ૨૦૨૧ ના રોજ મુંબઈના એડવોકેટ હર્ષલબેન માણિક, શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિના અધ્યક્ષ શ્રીમતિ રશ્મિબેન વિઠ્ઠલાણી અને અતિથિ વિશેષ શ્રીમતી જ્યોતિબેન વજાણી ની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

પૂજ્ય જલારામબાપા ની સ્તુતિ અને ઘ્વજ વંદન ગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મધ્યભારતના મહિલા ઝોનલ સેક્રેટરી શ્રીમતી સ્વાતિબેન મજીઠીયાએ મહિલા અધ્યક્ષ શ્રીમતિ રશ્મિબેન વિઠ્ઠલાણી, મધ્યભારત મહિલા ઝોનલ અધ્યક્ષ શ્રીમતી પ્રગતિબેન મીરાણી, મુખ્ય સ્પીકર હર્ષલબેન માણિક, અતિથિ વિશેષ શ્રીમતી જ્યોતિબેન વજાણી તેમજ બધા જ ઝોનલ મહિલા અધ્યક્ષ, રિજનલ મહિલા અધ્યક્ષ અને દર્શકોનું સ્વાગત કર્યું હતું.

બિલાસપુર થી શ્રીમતી જાનવીબેન સોનછાત્રાએ શ્રીમતી રશ્મિબેન વિઠ્ઠલાણીનું સ્વાગત કર્યું. શ્રીમતી રશ્મિબેન વિઠ્ઠલાણી એ શુભેચ્છા પાઠવી હતી અને શ્રીમતી પ્રગતિબેન મીરાણી એ શ્રી લોહાણા મહાપરિષદ ઝોન-૧૧ (મઘ્યભારત) મહિલા સમિતિને એડ્રેસ કર્યું અને શ્રીમતી હર્ષલબેન મણિકના માતા-પિતાનુ સ્વાગત કર્યું .

શ્રીમતી દિપ્તીબેન મીરાણીએ હર્ષલબેન નો ટૂંકો પરિચય અપ્યો. ત્યારબાદ હર્ષલબેન માણિકે ક્રિમીનલ Law, ડોમેસ્ટિક વીયોલેન્સ, સિનિયર સિટીઝન Law, મેરેજ, ડિવોર્સ, વિલ ઉપર જાણકારી આપી જે જીવનમાં બધા જ માટે ખૂબ ઉપયોગી રહેશે. એમણે બહુ જ સરળ ભાષામાં માહિતી આપી અને બધાને જાગૃત કર્યા હતાં.

ઝોનલ અધ્યક્ષ શ્રીમતી પ્રગતિબેન મીરાણીએ પણ અંતમાં બે શબ્દ બોલીને વેબિનાર ને સંપન્ન જાહેર કર્યો હતો.
વોટ ઓફ થૅન્ક્સ મધ્યપ્રદેશ રિજનલ અધ્યક્ષ શ્રીમતી મીનાબેન ગણાત્રાએ કર્યું હતું.


Share

Leave a Reply