શ્રી લોહાણા મહાપરિષદના વિદર્ભ ઝોન દ્વારા રાહત દરે સમાજ કલ્યાણ માટે નાગપુર ખાતે ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત

શ્રી લોહાણા મહાપરિષદના વિદર્ભ ઝોન દ્વારા રાહત દરે સમાજ કલ્યાણ માટે નાગપુર ખાતે ફિઝિયોથેરાપી સેન્ટરની શરૂઆત

Share

શ્રી જલારામ સત્સંગ મંડળ (ટ્રસ્ટ) નાગપુર દ્વારા સંચાલિત શ્રી જલારામ ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે સુજોક, એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ શ્રી લોહાણા મહાપરિષદના વિદર્ભ ઝોનના પ્રેસિડેન્ટ શ્રી રાજેશભાઇ ખખ્ખર દ્વારા યોજાયો હતો. પૂજા પાઠ આચાર્ય ઘનશ્યામ જોશી દ્વારા કરવામાં આવી હતી.


આ કાર્યક્રમમાં શ્રીમતી જયશ્રીબેન ઠક્કર, શ્રીમતી હેમાબેન રાજા, શ્રીમતી મનીષ ગંડેચા ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી વર્ષાબેન રાજદેવ ઉપરોક્ત કેન્દ્રમાં તેમની સેવા આપશે. આ સેવા બોર્ડ દ્વારા ઓછા દરે સેવા આપવામાં આવશે. મંડળના વાઇસ ચેરમેન વિનોદભાઇ નાગ્રેચા, પ્રમુખ રોહિત સેજપાલ, ઉપપ્રમુખો નરેશ વસાણી, ભરત નાગરેચા, સેક્રેટરી કમલેશ લાખાણી, ખજાનચી નીતિન ગંડેચા દ્વારા મુલાકાતીઓનું સ્વાગત કરાયું હતું.

ઉપરોક્ત ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ચંદ્રકાંત રાજદેવ, શ્રીમતી જયશ્રી રાજદેવ, નિમેશ રાજદેવ, અતુલ રાજદેવ, ભાવના રાજદેવ, મીનલ રાજદેવ, દિપા વસાણી, ઓમ ખંડેલવાલ, મમતા ખંડેલવાલ, કરણ રાજદેવ, ઉમેશ જોશી, કમણા જોશી, રવિ અગ્રવાલ, સંગી કુમુદની મૌદૈકર, અને ભરત સદ્રાણી, નિલેશ મજીઠીયા, ધર્મેશ કારિયા, વિનોદ વસાણી, પ્રફુલ રાજા, રાજેશ વસાણી, અજય ખખ્ખર, મંડળના સુરેશ પોપટ વગેરે લોકોએ આ કાર્યક્રમની સફળતામાં ફાળો આપ્યો છે. ભરત નાગ્રેચાએ સૌનો આભાર માન્યો.


Share

Leave a Reply