આજ રોજ તા.05-10-2021 મંગળવાર ના રોજ પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા નવા વરાયેલા ગુજરાત ના વન અને પર્યાવરણ વિભાગ ના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાથે શુભેચ્છા મુલાકાત કરી. જેમાં પર્યાવરણ સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિરીટ ભીમાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ (જળસંચય) શ્રી નિલેશ ઠક્કર, ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી જય ઠક્કર, ઉત્તર ગુજરાત ઉપાધ્યક્ષ શ્રી રમેશ જોબનપુત્રા તથા રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી મનન ઠક્કર વિગેરે ઉપસ્થિત રહ્યા. મંત્રીશ્રી નું બુકે આપીને તથા પર્યાવરણ સમિતિ નો પરંપરાગત ગ્રીન ખેસ પહેરાવીને “ગો ગ્રીન” નો મેસેજ આપ્યો તથા પર્યાવરણ સમિતિ ના અભિયાન ” SAY NO TO PLASTIC” નું કલોથ બેગ આપીને પ્રમોશન કરવામાં આવ્યું. શ્રી કિરીટ ભીમાણી એ લોહાણા મહાપરિષદ વિશે તથા પર્યાવરણ સમિતિ વિશે મંત્રીશ્રીને માહિતગાર કર્યા અને સરકાર ની કોઈપણ પર્યાવરણ વિષયક પ્રવૃત્તિ માં જોડાવવા ની ખાતરી આપી અને મંત્રીશ્રીએ આ અંગે નજીક ના ભવિષ્ય માં વિચારણા કરવાની બાંહેધરીઆપી અને પર્યાવરણ સમિતિ ની કામગીરીની પ્રસંશા કરી.





