આણંદના આંગણે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી તથા સર્વ હોદ્દેદારોની શુક્રવાર, ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ શુભેચ્છા મુલાકાત

આણંદના આંગણે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના માનનીય પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી તથા સર્વ હોદ્દેદારોની શુક્રવાર, ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ શુભેચ્છા મુલાકાત

Share

માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠ્ઠલાણી, ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરીયાણી એ જ્ઞાતિ ઉત્થાનના કાર્યોને વેગ આપવા મહાપરિષદના અન્ય હોદેદારો સાથે મધ્ય ગુજરાત ઝોનના આણંદ તથા ખેડા રીજીયન ની શુક્રવાર તારીખ ૧૬ જુલાઈ ૨૦૨૧ ના રોજ મુલાકાત લીધી.

સૌપ્રથમ સવારે ૮:૩૦ કલાકે આણંદ તથા ખેડા ના રીજનલ પ્રમુખ શ્રી પરેશભાઈ કારીયા ના નિવાસ્થાને સૌ મહાજન મોવડીઓનું ભાવભીનું સ્વાગત કરાયું. શ્રી લોહાણા મહાપરિષદના ખજાનચી વસંતભાઈ અનારકટ, મધ્ય ગુજરાત ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ શ્રી અશોકભાઈ ગઢીયા, અધિક મંત્રી શ્રી હર્ષદરાય ઠકકર , મધ્ય ગુજરાત ઝોનના ઝોનલ મંત્રી શ્રી નીતીનભાઈ ઠક્કર, શ્રી ભરતભાઈ ઠક્કર પણ આ સમયે પધાર્યા હતા. એ સર્વે મહાનુભાવોનું સ્વાગત કરવા આણંદ ના રીજનલ મંત્રીશ્રી ભરતભાઈ ઠક્કર, શ્રી લોહાણા મહાજન આણંદના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ઠક્કર, શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી જયેશભાઈ કારીયા, શ્રી લોહાણા મિત્ર મંડળ ના પ્રમુખ શ્રી બકુલભાઈ, શ્રી રઘુવંશી લોહાણા મહાજન વડોદરાના મહામંત્રી શ્રી નીલેશભાઈ વિઠ્ઠલાણી તથા શ્રીમતી વર્ષાબેન વિઠ્ઠલાણી, શ્રી રાજેન્દ્રભાઈ મજીઠીયા, શ્રી મહેન્દ્રભાઈ રાયચા, શ્રી ચંદ્રકાંતભાઈ તન્ના પણ ઉપસ્થિત રહ્યા હતા‌.

ગુજરાતની ગરિમાને શોભે તેવું સ્વાગત શ્રી પરેશભાઈ કારીયાના કુટુંબીજનો દ્વારા કરવામાં આવ્યું. આ તબક્કે વડીલ શ્રી હસમુખભાઈ કારીયાએ મહાપરિષદના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રીનું સાલ અને મોમેન્ટો થી શુભેચ્છા અર્પી જ્ઞાતિ સેવાના તેમના ભગીરથ કાર્યને બિરદાવ્યા હતા.

વિદ્યાની નગરી વિદ્યાનગરમાં પ્રમુખશ્રી સતીશભાઈએ કાર્યક્રમની શરૂઆત છાત્રાલયની મુલાકાતથી કરી હતી. શ્રી લોહાણા વિદ્યાર્થી ભવનમાં શ્રી મહેન્દ્રભાઈ રાયચા, શ્રી પ્રવીણભાઈ ઠક્કર તથા શ્રી કે.આઈ. ઠક્કર એ માતૃસંસ્થાના પ્રમુખ શ્રી નું સ્વાગત કર્યું તેમજ શ્રી ચંદ્રકાંતભાઈ તન્નાનાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો, શ્રી પ્રમુખ શ્રી સતિષભાઈ એ વિદ્યાર્થીઓને અપાતી સવલતો અંગે માહિતી મેળવી અને ત્યારબાદ લોહાણા જ્ઞાતિના શિક્ષિત યુવાધનને બેરોજગારીનો સામનો ના કરવો પડે તે માટેની યોજના માટે સુશ્રી વર્ષાબેન તથા શ્રી રાજેન્દ્રભાઈ મજીઠીયા સાથે વિચાર વિમર્શ કરી યોજનાનો અમલ કરવાની શરૂઆત કરી હતી.

શ્રી લોહાણા મહાપરિષદના મહત્વના ઉદેશ્ય શિક્ષણ અને કેળવણીને ધ્યાનમાં રાખી સવારે ૧૧:૦૦ કલાકે શ્રી જલારામ કન્યા છાત્રાલયની મુલાકાત લીધી. જ્યાં ગૃહ માતા શીલાબેન, રીટાબેન ઠક્કર અને વિદ્યાર્થિનીઓએ સર્વે મુલાકાતીઓનો સ્નેહસભર સત્કાર કર્યો હતો.

જ્ઞાતિની વિદ્યાર્થીનીઓના મધુર કંઠે ગવાયેલ પ્રાર્થના તથા સાદરાની સાહેબના સ્વાગત પ્રવચન બાદ શ્રી ચંદ્રકાંતભાઈ તન્ના તથા શ્રી કે.આઇ. ઠક્કર સાહેબના પ્રાસંગિક ઉદબોધન થકી છાત્રાલયની પ્રવૃત્તિઓથી પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા સર્વે મોભીઓને માહિતગાર કર્યા હતા.

ત્યારબાદ શ્રી આણંદ લોહાણા મહાજન વાડીની મુલાકાત લીધી, ત્યા શ્રી પ્રવીણભાઈ ઠક્કર અને કારોબારી સમિતિના સભ્યોએ સૌનું સ્વાગત કર્યુ અને શ્રી પ્રવીણભાઈ ઠક્કર સ્વાગત પ્રવચન કર્યુ. પ્રમુખ શ્રી સતીષભાઇ વિઠ્ઠલાણી એ તેમજ શ્રી ધર્મેશભાઈ હરીયાણી એ શ્રી લોહાણા મહાપરીષદના કાર્યો વિષે સૌને માહિતગાર કર્યા અને શ્રી પ્રવીણભાઈ ઠક્કરની મધ્ય ગુજરાત ઝોનના ઝોનલ ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરીને તેમનું બહુમાન કર્યું હતું અને તેમને પીન અર્પણ કરી. તેમજ શ્રી પરેશભાઈ કારીયા, શ્રી ભરતભાઈ, શ્રી મગનભાઈ રૂપારેલ નું પણ બહુમાન કર્યું હતું અને તેમને પીન અર્પણ કરી હતી.

આણંદ જિલ્લાના કલેકટર શ્રી દક્ષિણી સાહેબની વિશેષ મુલાકાત રીજનલ પ્રેસિડેન્ટ શ્રી પરેશભાઈ કારીયા તથા ઝોનલ ઉપપ્રમુખશ્રી પ્રવીણભાઈ ઠક્કર , શ્રી વસંતભાઇ, શ્રી રાજેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન ગુજરાતના જરૂરિયાતમંદ કુટુંબો માટે “માં કાર્ડ” ની ઉપલબ્ધિ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું તથા લાગુ પડતી સરકારી સેવાઓનું લાભ લેવા માટેનું આયોજન વિચારવામાં આવ્યું

ત્યારબાદ સમગ્ર ટીમ દ્વારા સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી. શ્રી મયુરભાઈ કોટકે સૌને આવકાર્યા હતા અને રમતગમત વિષે તેમનાં સંકુલની માહિતી આપી હતી. ત્યા જ શ્રી મયુરભાઈ કોટક ને રમતગમત સમિતિના ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

ત્યારબાદ અમુલ ડેરી અને તેના ચોકલેટ પ્લાંટ ની મુલાકાત લીધી.

ત્યારબાદ શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન ની મુલાકાત લીધી ત્યા શ્રી જયેશભાઈ કારીયા પ્રમુખશ્રી એ તેમજ કારોબારી સમિતિના સભ્યો અને તેમના ટ્રસ્ટીશ્રીઓએ સૌનું સ્વાગત કર્યુ અને યોગા કેમ્પની મુલાકાત લીધી ત્યા શ્રી રાજેશભાઈ કારીયા અને રીનાબેનએ પ્રોત્સાહીત પ્રવચન આપ્યું. વાડીમાં શ્રી સતીષભાઇ સાહેબને સંસ્થાનો પરીચય આપ્યો અને શ્રી લોહાણા મહાપરીષદની કાયૅવાહીની ઝાંખી આપી. શ્રી લોહાણા મિત્ર મંડળ આણંદ પ્રમુખ બકુલભાઈ ઠક્કર, શ્રી જયેશભાઈ ઠકરાર, શ્રી રાજેશભાઈ કારીયા, શ્રી ભરતભાઈ ઠક્કર, શ્રી પરેશભાઈ કારીયા તેમજ મંત્રી શ્રી ભરતભાઈ ઠક્કરે પણ મોમેન્ટો આપી આભાર વ્યકત કર્યો હતો.


Share

Leave a Reply