શ્રી લોહાણા મહાપરિષદના અમદાવાદ કાર્યાલયનું ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું

શ્રી લોહાણા મહાપરિષદના અમદાવાદ કાર્યાલયનું ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું

Share

રવિવાર તા. ૨૪ મી ઓક્ટોબરે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય ને મણિનગરની હંગામી ઑફિસેથી શ્રી મહેન્દ્રભાઈ રાયચાએ ઓફર કરેલ સુવિધાજનક જગ્યામાં ફેરવવામાં આવ્યું. આ વહીવટી કાર્યાલય નું ઉદઘાટન લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી ના નેતૃત્વ હેઠળ ઊર્મિન ગ્રુપના ચેરમેન શ્રી કૌશિકભાઇ મજીઠીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રી લોહાણા મહાપરિષદ ના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઈ કોટક, ટ્રસ્ટી શ્રી પરેશભાઈ ભુપતાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઈ હરીયાણી, મહામંત્રી શ્રી હરીશભાઈ ઠક્કર, ખજાનચી શ્રી વસંતભાઈ અનારકટ, મધ્ય ગુજરાત ઝોનના ઝોનલ પ્રેસિડેન્ટ શ્રી અશોકભાઈ ગઢીયા, ઝોનલ મંત્રી શ્રી નિતિનભાઈ ઠક્કર તથા અમદાવાદ રીજનલની સમગ્ર ટીમ, આણંદ રીજનલની સમગ્ર ટીમ, સંયુક્ત મંત્રી શ્રી મનુભાઈ ગોકલાણી અને શ્રી ભવાનભાઈ ઠક્કર, પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઇ ભીમાણી, શ્રી રઘુકુળ વિશ્વ, પ્રેસ મિડિયા અને પબ્લીકેશન સમિતિના અધ્યક્ષ શ્રી ચંદ્રકાંતભાઈ તન્ના, કેમિસ્ટ સમિતિના અધ્યક્ષ શ્રી વિજયભાઈ અને અજયભાઈ ઠક્કર તેમજ અમદાવાદના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. અડિશ્નલ કલેક્ટર તથા મહાપરિષદની ગવર્નમેંટ ઓફિસર્સ સમિતિના અધ્યક્ષ શ્રી પંકજભાઈ ઓંધીયા આ પ્રસંગે હજાર રહી તેમની શુભકામનાઓ આપી હતી.

અમદાવાદનું વહીવટી કાર્યાલય શ્રી પ્રવિણભાઈ કોટક ના સૌજન્ય સાથે ઇસ્કોન મોલ ખાતે થી ઓપરેટ કરવામાં આવતું હતું, શ્રી પ્રવીણભાઇ કોટક ને પોતાની જગ્યા પાછી જોઈતી હતી તેથી આ કાર્યાલય હંગામી ધોરણે અમદાવાદ – મણિનગર વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યું. આ સમય દરમ્યાન શ્રી મહેન્દ્રભાઈ રાયચા એ ઇસ્કોન મંદિરની પાસે આવેલી પોતાની ઓફિસ સઘળી સુવિધાઓ સાથે શ્રી લોહાણા મહાપરિષદ ના કાર્યાલય માટે કોઈ પણ ભાડાની અપેક્ષા વગર સેવાભાવ સાથે અર્પણ કરવાની વાત કરી. તેમના આ સૌજન્ય ને ખૂબ ખૂબ આભાર સાથે ભાવપૂર્વક વધાવી લેવામાં આવ્યું.

પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી એ કાર્યાલયના દાતા શ્રી મહેન્દ્રભાઈ રાયચા પરિવારનો તથા હાજર રહેલા સર્વ મહાનુભાવો નો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Leave a Reply