ગુરુદ્વારા માં પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા વૃક્ષારોપણ
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીની પ્રેરણા થી તા. ૧ ઓગસ્ટ ૨૦૨૧, રવિવાર ના રોજ શીખ સમુદાયના શ્રી ગુરુ હરીકૃષ્ણ સાહેબજી ના પ્રકાશ પર્વ નિમિતે પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ તથા ગુરુદ્વારા શ્રી ગુરુ હરિકૃષ્ણ સાહેબજી, કૃષ્ણનગરના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ નો કાર્યક્રમ ગુરુદ્વારા ખાતે રાખવામાં આવેલ. આ પ્રસંગે ગુરુદ્વારા ની બહાર તેમજ ગુરુદ્વારા ની નજીકમાં આવેલ ૨ સોસાયટીમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમજ આ પ્રસંગે “વૃક્ષો વાવો – ધરતી બચાવો” ના સંદેશ સાથે આ બંને સોસાયટી માં પર્યાવરણ રેલી પણ નીકાળવામાં આવી.
આ પ્રસંગે પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદના અધ્યક્ષ શ્રી કિરીટ ભીમાણી, ઝોનલ ઉપાધ્યક્ષ (ગુજરાત) શ્રી નિલેશ ઠક્કર, ઝોનલ મંત્રી (ગુજરાત) શ્રી જય ઠક્કર, રાષ્ટ્રીય કારોબારી સભ્યો શ્રી વિરેન ઠક્કર તથા શ્રી મનન ઠક્કર ઉપસ્થિત રહ્યા. તથા ગુરુદ્વારા પ્રબંધક કમિટીમાંથી શ્રી સતનામ સિંઘ, સંદીપ સિંઘ, અજીત સિંઘ, કેપ્ટન સિંઘ, ગુરમીત સિંઘ, ઇન્દ્રપાલ સિંઘ, પ્રેમ સિંઘ, જસવિન્દર કૌર, જગજીત કૌર, માયા બેન, ડો. આશિષ કૌર તથા શીખ સમુદાયના અન્ય ભાઈઓ-બહેનો મળી કુલ ૧૫૦ થી ૨૦૦ લોકો આ કાર્યક્રમ માં જોડાયા. પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદના અધ્યક્ષ શ્રી કિરીટ ભીમાણી, ઝોનલ ઉપાધ્યક્ષ (ગુજરાત) શ્રી નિલેશ ઠક્કર, ઝોનલ મંત્રી (ગુજરાત) શ્રી જય ઠક્કર તેમજ સમિતિના તમામ સભ્યોનું શીખ સમુદાય દ્વારા પરંપરાગત ખેશ પહેરાવી તેમજ મેમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.
પર્યાવરણ સમિતિ ના સભ્યો એ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સભ્યોની લાગણી ને માન આપીને ગુરુદ્વારામાં ચાલતા લંગરમાં શીખ સમુદાય સાથે બેસીને પ્રસાદ લીધો. અધ્યક્ષ શ્રી કિરીટ ભીમાણી દ્વારા શીખ સમુદાયને પર્યાવરણ સમિતિ દ્વારા કરવામાં આવતી તમામ પર્યાવરણ ને લગતી પ્રવૃત્તિઓ ની માહિતી આપવામાં આવી તેમજ શીખ સમુદાયમાં પણ આવી પર્યાવરણ સમિતિ ની રચના થાય તે માટે સૂચન કરવામાં આવ્યું જેથી શીખ સમુદાય ના લોકો પણ પર્યાવરણ બચાવવા માટેની પ્રવૃતિ માં જોડાય. આમ આ કાર્યક્રમમાં બે અલગ અલગ સમુદાય દ્વારા સુભગ સમન્વય થી પર્યાવરણ ને લગતી કામગીરી કરવામાં આવી.
પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ થી ૧ ઓગસ્ટ ૨૦૨૧ દરમ્યાન વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
- પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રી માનવ બુદ્ધદેવ, ઝોનલ મંત્રી (વિદર્ભ)ના જન્મ દિવસે અમરાવતી, મહારાષ્ટ્ર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમાં બહોળી સંખ્યા માં પર્યાવરણ પ્રેમીઓએ હાજરી આપી.
- લોહાણા મહાજન, ચંદરપુર, વિદર્ભ ખાતે લોહાણા સમાજ ના અગ્રણીઓ ની હાજરી માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
- ભુજ ખાતે પર્યાવરણ સમિતિ, કચ્છ ના સભ્યો દ્વારા જિતેન્દ્ર ઠક્કર, રાષ્ટ્રીય કારોબારી સભ્ય ની પ્રેરણા થી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
- ભુજ ખાતે શ્રી પરેશ ઠક્કર, રાષ્ટ્રીય કારોબારી સભ્ય ની પ્રેરણા થી કુમારી જેની પરેશ ઠક્કર ના જન્મદિન નિમિતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
- શ્રી ભરત બુદ્ધદેવ તથા પર્યાવરણ સમિતિ ના અન્ય સભ્યો દ્વારા ખામેગાંવ, મહારાષ્ટ્ર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
- ધંધુકા ખાતે લોહાણા મહાજન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં પર્યાવરણ સમિતિ ના શ્રી રાજુભાઇ ઠક્કર તથા લોહાણા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા.
- રાધનપુરમાં રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી પ્રહલાદ તન્ના ની ઉપસ્થિતિમાં પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ તથા શ્રી રામ સેવા સમિતિ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
પર્યાવરણ સમિતિના અધ્યક્ષ શ્રી કિરીટ ભિમાણી જણાવે છે કે, પર્યાવરણ સમિતિ દ્વારા તા. ૦૫-૦૬-૨૦૨૧ થી શરૂ કરીને અત્યાર સુધી પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ ના “વૃક્ષો વાવો- ધરતી બચાવો – ૨૦૨૧” અંતર્ગત ભારતભારના વિવિધ વિસ્તારો માં ૨૫ થી વધુ જગ્યાઓએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. “વાવ નું જતન – જળ નું સિંચન” અંતર્ગત ૩ જગ્યાઓએ વાવ સફાઇ અભિયાન પણ કરવામાં આવ્યું છે. તેમજ પર્યાવરણ સમિતિ દ્વારા “KNOW YOUR WASTE AND RECYCLE” અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. અને પર્યાવરણ સમિતિ માં અત્યાર સુધી સમગ્ર ભારતભરમાંથી ૭૦ જેટલા સભ્યો નો સમાવેશ કરવામાં આવ્યું છે.








