શ્રી લોહાણા મહા પરિષદના પ્રમુખ- ટ્રસ્ટી શ્રી સતિષભાઈ વિઠલાણીની આણંદી ખાતે મુલાકાત….

Share

વિશ્વ લોહાણા મહા પરિષદના પ્રમુખ -ટ્રસ્ટી શ્રી સતિષભાઈ વિઠલાણીએ સેવાભાવના અને સંગઠનના ભાવથી આણંદી જલારામ મંદિરે શનિવાર તા-૬/૫/૨૦૨૩ ના રોજ એક મુલાકાત લઈ પ.પૂ.જલારામ બાપા ના આશીર્વાદ મેળવ્યા હતા.
લોહાણા મહાપરિષદ વેસ્ટ મહારાષ્ટ્રના રીજનલ અધ્યક્ષ તથા આણંદી જલારામ મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી ધીરુભાઈ રાજા, જલારામ મંદિર ના ટ્રસ્ટીઓ શ્રી રાજેશભાઈ મદલાની, શ્રી નરેન્દ્રભાઈ ચોટાઈ,શ્રી નારાયણભાઈ સોલંકી , શ્રી દિનેશભાઈ વારૂ તથા પૂના લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી દિલીપભાઈ કોટક વગેરેએ હર્ષ સાથે મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી ને શાલ ઓઢાડી પૂ.જલારામ બાપાનો ફોટો અર્પણ કરી બહુમાન કર્યું હતું.શ્રી સતિષભાઈ વિઠલાણીએ પણ ભાવ સાથે શ્રી ધીરુભાઈ રાજા ને મહાપરિષદ ની શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કર્યો હતો.


Share

Leave a Reply