ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન અમદાવાદ પ્રેરિત ઉત્તર ગુજરાત દેશી લોહાણા અમદાવાદ યુવક મંડળ દ્વારા UGDLYM કપ ૨૦૨૩ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન તા -૨૫/૫/૨૦૨૩ થી તા-૬/૬/૨૦૨૩ સુધી કરવામાં આવેલ છે જેમાં ૩૬ થી વધુ ટીમોએ અને ૫૭૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે.
આ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ તા-૨૫ મી મે ગુરુવાર ના રોજ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં લોહાણા મહાપરિષદ ના પ્રમુખ- ટ્રસ્ટી શ્રી સતિષભાઈ વિઠલાણી,ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ પોપટ, જીએસટી તથા એડીસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ તથા મહાપરિષદ ના પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કોટક, આમ્રપાલી ગ્રુપના શ્રી રશ્મિભાઇ ઠક્કર,લોહાણા મહા પરિષદના મંત્રી શ્રી હરીશભાઈ ઠક્કર, લોહાણા મહા પરિષદના ખજાનચી શ્રી વસંતભાઈ ઉનડકટ ,શ્રી ઉત્તર ગુજરાત દેશી લોહાણા મંડળના પ્રમુખ શ્રી વિનોદભાઈ ઠક્કર સહ સર્વે કારોબારી સભ્યોની સાથે સાથે સમગ્ર ગુજરાતમાંથી લોહાણા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ઉષ્માભેર ઉજવણીઓ કરી રમતવીરો નું મનોબળ વધાર્યું હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેર ના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, રાધનપુર ના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, સાવરકુંડલા ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ તથા મહાપરિષદ ના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશભાઈ લાખાણી તથા વિવિધ મહાજનોના પ્રમુખશ્રીઓ , મહાનુભાવો એ પણ હાજરી આપી હતી. રાષ્ટ્રગીત ના ગાન ની સાથે જલારામ બાપા ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમાજની એકતા માટે ના એક મજબૂત પ્રયાસ રૂપે શરૂ કરાયેલી આવી ટુર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ યોજી અને યુવા શક્તિમાં સેવા અને સંગઠનના ભાવ ને ઉજાગર કરવા તેમ શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ-ટ્રસ્ટી શ્રી સતિષભાઈ વિઠલાણી એ જણાવ્યું હતું અને ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન ના ઉપક્રમે યોજાયેલ આ ટુર્નામેન્ટ ની પ્રશંસા કરી તેમના પ્રયાસને બિરદાવ્યો હતો.





