૧૯૪૬ માં શરૂ થયેલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દુનિયાનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ માનવામાં આવે છે.આ વર્ષે પણ તારીખ ૧૬મી મે થી ૨૭ મી મે દરમિયાન ફ્રાન્સ ખાતે ૭૬મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યું છે.ભારતીય સંસ્કૃતિનુ પ્રતિનિધિત્વ કરવાની તક લાખોમાં ભાગ્યેજ કોઇકને મળે છે. ત્યારે આ તક આપણી લોહાણા દિકરી કોમલ ઠક્કર ને સતત બીજી વખત મળતા ગુજરાતી સિનેમા ને જ નહીં લોહાણા સમાજને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. આ તક કોમલ ઠક્કર ને મળતા ફક્ત ગુજરાતનુ જ નહીં લોહાણા સમાજનુ નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું થયું છે. કચ્છી લોહાણા અભિનેત્રી કોમલ ઠક્કર સતત બીજા વર્ષે ૭૬ માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ચમકી છે. રેડ કાર્પેટ ને ગ્રેસ કરવા માટે તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અને લોહાણા સમાજમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે હાજર રહી હતી

