આફ્રિકાના લોહાણા સમાજના પદાધિકારીઓ સાથે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની તારીખ ૧૮ જૂન ૨૦૨૧ ના રોજ મિટિંગ

આફ્રિકાના લોહાણા સમાજના પદાધિકારીઓ સાથે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની તારીખ ૧૮ જૂન ૨૦૨૧ ના રોજ મિટિંગ

Share

તારીખ ૧૮ જૂન ૨૦૨૧ ના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે નવ વાગ્યે આફ્રિકાના લોહાણા સમાજના પદાધિકારીઓ સાથે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની એક મિટિંગનું આયોજન થયું હતું. જેમાં શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ ઠક્કર, મહિલા સમિતિના અધ્યક્ષ સુશ્રી રશ્મિબેન વિઠ્ઠલાણી, યુવા સમિતિના અધ્યક્ષ શ્રી ચિંતનભાઈ વસાણી તથા આઇટી અને ડિજિટલ મીડિયા સમિતિ ના સભ્ય શ્રી વૈભવભાઈ બુધ્ધદેવ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ૧૩ જૂન ૨૦૨૧ ના રોજ યોજાયેલ શ્રી લોહાણા મહાપરિષદ ની કારોબારી સમિતિની બેઠકમાં પણ આફ્રિકાના જ્ઞાતિ શ્રી નવીનભાઈ કાનાબાર દ્વારા પણ આફ્રિકાના લોહાણા સમાજના લોકો મહાપરિષદના કાર્યો સાથે કેવી રીતે જોડાય અને આગળ સમાજના વિકાસ માટે શું કરી શકીએ ? તે માટેની રજૂઆત થઇ હતી.

જે અનુસંધાને શ્રી સતિષભાઈ વિઠલાણી દ્વારા આ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને માતૃસંસ્થા છેવાડાના રઘુવંશી વ્યક્તિ સુધી પહોંચે તે માટેના કાર્યોને વેગ આપી સમાજને જાગૃત કરવા માટે તૈયારી દર્શાવી હતી.


Share

Leave a Reply