માતૃ સંસ્થા શ્રી લોહાણા મહા પરિષદના પ્રમુખ-ટ્રસ્ટી શ્રી સતિષભાઈ વિઠલાણી અને મહિલા અધ્યક્ષ- ટ્રસ્ટી શ્રીમતી રશ્મીબેન વિઠલાણી એ સેવાભાવના અને સંગઠનના ભાવથી લંડન થી પધારેલા મહેમાનો આપણા જ્ઞાતિબંધુ Mrs.and Mr. ભરતભાઈ સોઢા (ઝોનલ અધ્યક્ષ UK/Europe) તથા
UAE થી પધારેલ Mrs.and Mr.Bharatbhai Ruparel ( રીજનલ અધ્યક્ષ UAE) UK થી પધારેલ શ્રી લલિતભાઈ સોઢા (Dr.અને LMP awardee) Nakuru,Kenya થી પધારેલ Mrs.and Mr. Rameshbhai Thakkar ( સિનિયર કોમ્યુનિટી લિડર અને LMP awardee)ના આવકાર હેતુ તારીખ ૬-૧૨-૨૦૨૨ ના મંગળવાર ના રોજ orient ક્લબ ચોપાટી મુંબઈ ખાતે ખાસ સ્વાગત સમારોહ યોજ્યો હતો અને તેમનું ભાવભીનું સ્વાગત કરી તેમને આવકાર આપ્યો હતો. આ સાથે શ્રી સતિષભાઈ અને શ્રીમતી રશ્મિબેન વિઠલાણીએ બીજા અનેક મહાપરિષદના વરિષ્ઠ સભ્યોને પણ આમંત્રિત કર્યા હતા. વિદેશ થી પધારેલા દરેક મહાનુભાવોએ પોતપોતાના ક્ષેત્રમાં લોહાણા સમાજ દ્વારા થઈ રહેલા કાર્યોની વિસ્તૃત જાણકારી આપી હતી અને વધુ મા જણાવ્યું હતું કે એવા પણ આપણા જ્ઞાતિબંધુઓ છે કે જેમને મહાપરિષદ વિશેની કોઈ વિશેષ જાણકારી નહોતી પરંતુ આપણા હાલના મહા પરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈની મહેનત અને સંગઠન ભાવનાને લઈને હવે તેઓને પણ આપણી જ્ઞાતિની મહા પરિષદ અને તેની પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી મળી છે. શ્રી સતિષભાઈ વિઠલાણી ના ભાઇચારા તથા સર્વે ને સાથે રાખી ને કાર્ય કરવાની ભાવના ની પ્રશંસા કરી હતી.સર્વે ઉપસ્થિત મહેમાનો એ મહાનુભાવોને તાળીઓથી વધાવ્યા હતા. ત્યારબાદ શ્રી સતિષભાઈ તથા શ્રીમતી રશ્મીબેન વિઠલાણી તરફથી યોજવામાં આવેલ સ્વાદિષ્ટ રાત્રિ જમણને ઉપસ્થિત સર્વે એ પ્રેમપૂર્વક ન્યાય આપ્યો હતો અને છુટા પડ્યા હતા.




