




માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સતિષભાઈ વિઠલાણી અને મહિલા અધ્યક્ષ તથા ટ્રસ્ટી શ્રીમતી રશ્મીબેન વિઠલાણી એ સેવાભાવના અને સંગઠનના ભાવથી કેન્યાથી પધારેલા મહેમાનો આપણા જ્ઞાતિબંધુ શ્રીમતી મીનાબેન (વિદેશ એવોર્ડ કમિટી અધ્યક્ષ) તથા શ્રી રમેશભાઈ ખગ્રામ, તાન્ઝાનિયા થી પધારેલ શ્રીમતી રોઝીબેન અને શ્રી નવીનભાઈ કાનાબાર (ઝોનલ પ્રેસિડેન્ટ તાન્ઝાનિયા), કંપાલા /યુગાન્ડાથી પધારેલ શ્રી સંજયભાઈ ઠક્કર (ઝોનલ સેક્રેટરી યુગાન્ડા), યુ.એસ.એ થી પધારેલ શ્રીમતી સીમાબેન અને શ્રી ભાર્ગવભાઈ કાપડિયા ના આવકાર હેતુ તારીખ ૧૨-૧૨-૨૦૨૨ ના સોમવારના રોજ Orient Club, ચોપાટી, મુંબઈ ખાતે ખાસ સ્વાગત સમારોહ યોજ્યો હતો અને તેમનું ભાવભીનું સ્વાગત કરી તેમને આવકાર આપ્યો હતો. આ સાથે શ્રી સતિષભાઈ અને શ્રીમતી રશ્મિબેન વિઠલાણીએ બીજા અનેક મહાપરિષદના વરિષ્ઠ સભ્યોને પણ આમંત્રિત કર્યા હતા. વિદેશ થી પધારેલા દરેક મહાનુભાવોએ પોતપોતાના ક્ષેત્રમાં લોહાણા સમાજ દ્વારા થઈ રહેલા કાર્યોની વિસ્તૃત જાણકારી આપી હતી અને વધુ મા જણાવ્યું હતું કે એવા પણ આપણા જ્ઞાતિબંધુઓ છે કે જેમને મહાપરિષદ વિશેની કોઈ વિશેષ જાણકારી નહોતી પરંતુ આપણા હાલના મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈની મહેનત અને સંગઠન ભાવનાને લઈને હવે તેઓને પણ આપણી જ્ઞાતિની મહાપરિષદ અને તેની પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી મળી છે. સર્વે ઉપસ્થિત મહેમાનો એ મહાનુભાવોને તાળીઓથી વધાવ્યા હતા. ત્યારબાદ શ્રી સતિષભાઈ તથા શ્રીમતી રશ્મીબેન વિઠલાણી તરફથી યોજવામાં આવેલ રાત્રિ જમણની સુંદર સ્વાદિષ્ટ વ્યવસ્થા ને પ્રેમપૂર્વક ન્યાય આપી સર્વે છુટા પડ્યા હતા.