સમાજની વિવિધ સંસ્થાઓ એક છત્ર હેઠળ આવી સંગઠીત બને તેવા હેતુથી નવસારી સમસ્ત લોહાણા મહાજન દ્વારા ગત શનિવાર તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠલાણી તેમજ મહિલા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન વિઠલાણીએ મહાપરિષદના વિઝન અને મિશન ની વિશદ છણાવટ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. દક્ષિણ ગુજરાત ઝોનલ મંત્રી શ્રી જીતુભાઇ દક્ષિણીએ મહાપરિષદ દ્વારા ચાલતી આરોગ્ય તથા શિક્ષણ સહાય વિશે માહિતી આપી પોતાની આગવી શૈલીમાં ભાગ્યશાળી દાતા યોજનામાં વધુ લોકો જોડાય તે માટે અનુરોધ કર્યો હતો. નવસારી લોહાણા મહાજનના પ્રમુખ શ્રી મહેશભાઈ રૂપારેલિયા અને તેમની ટીમ, મહિલા મંડળ, અને યુવા ટીમ દ્વારા ખુબ સુંદર વ્યસ્વસ્થા કરવામાં આવી હતી. જેમાં ઝોનલ પ્રમુખશ્રી શૈલેષભાઇ સોનપાલનું સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું.
આ કાર્યક્રમ માં શ્રી લોહાણા મહાજન, વાપી ને પણ વિશેષ આમંત્રિત કરાયા હતા. દક્ષિણ ગુજરાત ઝોનલ પ્રમુખ શ્રી શૈલેષભાઇ સોનપાલ, ઝોનલ મંત્રી શ્રી જીતુભાઇ દક્ષિણી, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખશ્રી ધનવાનભાઈ કોટક, ઝોનલ મહિલા પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન રાજા, સ્કિલ ડેવલોપમેન્ટ કમિટીના અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ ભજીયાવાળા,કલ્પનાબેન ઠક્કર, ઉષાબેન હિરાણી,ઝોનલ યુવા પ્રમુખ શ્રી નીરવ ઠક્કર, સુરત રીઝનલ મંત્રી વી પી પાનવાલા,વાપી થી શ્રી લોહાણા મહાજનના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ દેવાણી , શ્રી લોહાણા મહિલા મંડળના પ્રમુખ શ્રી કિશોરીબેન ધનેશા , શ્રી લોહાણા યુવક મંડળના પ્રમુખ શ્રી મયુરભાઈ ચગ અને લોહાણા મહાજનના સહ મંત્રી શ્રી વિરાજભાઈ દક્ષિણી, સુરત ઘોઘારી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ઉમંગભાઈ પાબારી,સુરતી મહાજન પ્રમુખ શ્રી મુકેશભાઈ ઠક્કર, કિશોરભાઈ પોપટ, જલારામ મંદિર સુરતના શ્રી બકુલભાઈ જીવરાજાની, કચ્છી લોહાણા મહાજન પ્રમુખ શ્રી દિલીપભાઈ કોટક, શ્રી હિતેષભાઇ વડેરા, શ્રી રસીકભાઇ સયાણી, સુરત મહિલા મંડળના શ્રી મધુબેન ઠક્કર, શ્રી પારૂલબેન પાનવાલા, વલસાડ રીઝનલ પ્રમુખ શ્રી કિશોરભાઈ પોપટ, વલસાડ લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી મનીષભાઈ મંજીઠીયા, મંત્રી શ્રી નરેન્દ્રભાઈ માખેચા, શ્રી નિલેશભાઈ ઠક્કર, ધરમપુર હાલાઇ લોહાણા મહાજન પ્રમુખ શ્રી બકુલભાઈ ખખ્ખર, રમેશભાઈ રાંચ, ઉમરગામ મહાજન પ્રમુખ શ્રી વિશાલભાઈ તન્ના, વલસાડ જિલ્લા પંચાયતના એક્સ-મેમ્બર શ્રી કમલેશભાઈ સોનપાલ, સિલવાસા મહાજન પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ઠક્કર, સેક્રેટરી શ્રી આશિષભાઇ રાજાણી તથા દક્ષિણ ગુજરાત ના વિવિધ મહાજનોના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેમાનો માટે ભોજન પ્રસાદની ખુબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.




